Apna Mijaj News
ધૂમ મચાદી ધૂમ...

મહેસાણામાં ૨૦૦કરોડથી વધુના કામોની વિકાસ ગાડી દોડી

પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી,સંસદ સભ્યશ્રી,ધારાસભ્યશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

મહેસાણા નગરપાલિકા દ્વારા નિર્મિત
વૈકુઠધામ-સ્માશન ગૃહ,સીટીઝન પાર્ક તેમજ રાજમાતા વિજયારાજે સિંધિયા ગાર્ડનનું લોકાર્પણ કરાયું

મહેસાણા: અપના મિજાજ ન્યુઝ – પ્રશાંત સોની

     મહેસાણા નગરપાલિકાના સ્મશાન ગૃહ સહિત સીટીઝન પાર્કઅને ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે,સરકાર માટે દરેક કામ અગત્યના હોય છે. દેશના પ્રધાનમંત્રીશ્રીએ સંપૂર્ણ શૌચાલય અભિયાન,સ્વચ્છ ભારત અભિયાન થકી નાગરિકોની ટેવમાં સુધારો લાવવાનું કામ કર્યું છે. તેમણે ઉમેર્યું હતુ કે દેશના કરોડો નાગરિકોના ઘરમાં શૌચાયલ નિર્માણ થવાથી સ્વચ્છ ભારત અભિયાનની ઝુંબેશ વેગવંતી બની છે.

       પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે,દેશના પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી પદાધિકારી નાગરિકોની સાથે રહીને વિકાસ કેવી રીતે કરી શકે તે આપણ છેલ્લા વર્ષોથી જાણ્યુ છે. તેમણે ઉમેર્યું હતું કે સ્મશાનગૃહમાં પર્યાવરણની ચિંતા કરીને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જેતે સમયે સ્મશાન ગૃહોમાં સી.એન.જી ગેસ જોડાણ વિનામૂલ્યે મળી રહે તેવી દિર્ધદષ્ટીથી કામ કર્યું હતું
પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, વિકાસની રાજનિતિ થકી આજે રાષ્ટ્ર સર્વોચ્ચ શિખરે બિરાજમાન થયું છે જેનો શ્રેય દેશના પ્રધાનમંત્રીશ્રી નેરન્દ્રભાઇ મોદીના નેતૃત્વને જાય છે.તેમણે ઉમેર્યું હતું કે પદાધિકારીની સુઝબુઝ ને પગલે વિકાસ શક્ય બને છે જે મહેસાણા શહેરે કરી બતાવ્યું છે.

               પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલે ઉમેર્યું હતું કે, વિકાસની રાજનિતીની શરૂઆત દેશના પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમા ડંકાની ચોટ પર થઇ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં આજે રાજ્યમાં અનેક ઘણું બજેટ આપી રાજ્યનો અવિરત વિકાસ થયો છે. તેમણે ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રીએ દેશ બદલ રહા હે ની સુત્ર સાથે આજે ભારત આત્મ નિર્ભર રાષ્ટ્ર તરફ પ્રયાણ કરી રહ્યું છે.

       ધારાસભ્યશ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર એકાત્મક માનવતાવાદના અભિગમ થકી સમાજનો દરેક નાગરિક મુખ્ય પ્રવાહમા આવે તેની ચિંતા કરાઇ રહી છે.તેમણે ઉમેર્યું હતું કે ગામડાઓથી રાષ્ટ્ર સુધી એક ભારત શ્રષ્ઠ ભારતના સ્વપન સાથે દેશનો દરેક નાગરિક વિકાસના ડગ માંડી રહ્યા છે..
કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલે પ્રાસંગિક પ્રવચનમા જણાવ્યું હતું કે મારા કાર્યકાળ દરમિયાન મહેસાણા શહેરને રળીયામણું શહેર બનાવવા માટે રૂ 200 કરોડથી વધુના વિકાસના કામો થયા છે.

આ પ્રસંગે મહાનુંભાવાનો હસ્તે વૈકુઠધામ-સ્માશન ગૃહ,સીટીઝન પાર્ક તેમજ રાજમાતા વિજયારાજે સિંધિયા ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્માશાન ગૃહમાં આપેલ દાનના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
નગરપાલિકા દ્વારા નિર્મિત લોકાર્પણના આ કાર્યક્રમમાં સાસંદશ્રી શારદાબેન પટેલ,નગરપાલિકા ઉપપ્રમુખ કાનજીભાઇ દેસાઇ,અગ્રણી સર્વેશ્રી ગીરીશભાઇ રાજગોર,મનેષ પટેલ,કારોબારી ચેરમેન કૌશિકભાઇ વ્યાસ,મુખ્ય અધિકારી દર્શનસિંહ ચાવડા, કારોબારી ચેરમેન હરીભાઇ પટેલ,નગરપાલિકાના સદસ્યશ્રીઓ, શહેરના પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

મહેસાણામાં ખાખીધારી ખેલૈયા બની ઝૂમ્યા

ApnaMijaj

‘હેઝુ’ ની મીઠુડી વાત સાંભળી તમે બોલી ઊઠશો…’વાહ,ક્યા બાત હૈ!’ વિડીયો, બંધ દિમાગની નસોને ખોલી દેશે

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!