Apna Mijaj News
Otherજાગ્રૃત કદમ

અભયમ્ અને પોલીસે છાત્રાઓને આપ્યું જ્ઞાન

ગાંધીનગરમાં અભયમ અને મહિલા પોલીસે વિદ્યાર્થીનીઓને હિંમતવાન બનવા આહવાન કરીને કાયદાથી જાગૃત કર્યા

• મહિલા સાથે કરવામાં આવતા દૂર્વ્યવહારથી બચવા શું કરવું જોઈએ તે અંગે જાગૃતિ કેળવવામાં આવી

ગાંધીનગર: (અપના મિજાજ ન્યુઝ)

      રાજ્યમાં મહિલાઓ સાથેના દૂર્વ્યવહારની અનેક ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી હોય છે. જેમાં મોટાભાગના કિસ્સાઓમાં આબરૂ જવાની બીકે મહિલાઓ દ્વારા તેમની છેડતી કે દૂર્વ્યવહાર કરનારાઓની સામે લડવા કે પછી તેમની સામે કાનૂની રાહે પગલાં લેવામાં પાછી પાની કરતા હોય છે. જોકે હવે મહિલાઓ સાથે થતી છેડતીની ઘટનાઓને આગોતરી રીતે જ અટકાવવા તેમજ જો આવી ઘટના બની જાય તો તેની સામે ‘મર્દાની’ બનીને લડવા માટે ગાંધીનગરની અભયમ્ 181, મહિલા પોલીસ મથકના અધિકારીઓ કર્મચારીઓ અને પોલીસની સી ટીમ દ્વારા શહેરની એક શાળાની વિદ્યાર્થીનીઓને જાગૃત કરીને તેમનામાં હિંમત ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

     ગાંધીનગર સ્થિત શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ શેઠ શ્રી જે. એમ. ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલય ખાતે સેક્ટર -16 મહિલા પોલીસ સ્ટેશન દ્વારા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ સી ટીમ અને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખાસ કરીને સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીઓને પોતાની સુરક્ષા અને સલામતી બાબતે જાગૃતતા આવે તેવા હેતુથી માહિતી આપવામાં આવેલ જેના દ્વારા સ્કૂલની વિદ્યાર્થીઓમાં સુરક્ષાનો ભાવ કેળવાય અને પોતાની જાતની સલામતી અનુભવે તે માટે વિદ્યાર્થીનીઓ મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ‘ગૂડ ટચ, બેડ ટચ’ અને છેડતી વિશેની માહિતી આપેલ તેમજ સી ટીમ દ્વારા સી ટીમની કામગીરી બાબતેની માહિતી આપવામાં આવેલ તેમજ 181 અભયમ મહીલા હેલ્પલાઈન ટીમ દ્વારા 181અભયમની કામગીરી વિશે તેમજ 181 એપ્લિકેશન વિશેની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.આ અવેરનેસ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓને સ્વરક્ષા અને નારી શક્તિ બાબતે માહિતગાર કરી અને હિંમતવાન અને જાગૃત નાગરિક બનવાની અપીલ કરવામાં હતી.

          વિદ્યાર્થીનીઓને હિંમતવાન બનીને અસામાજિક તત્વો સામે લડત આપવાની જાગૃતિ કેળવવામાં ગાંધીનગરના સેક્ટર 16 સ્થિત મહિલા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ, પોલીસની સી ટીમના મહિલા પોલીસ કોન્સ્ટેબલ નિકિતાબેન અને મહિલાઓની સુરક્ષા માટે સતત ખરે પગે રહેતી અભયમ્ 181ના કાઉન્સેલર ગીતાબેન ખાંટે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Related posts

કડીના ટાવરે લગાવેલો તિરંગો ચર્ચાના ચગડોળે

ApnaMijaj

પાકિસ્તાની હિન્દુઓ માટે મોદી સરકારે ભર્યું મોટું પગલું, હવે તેમની આ ઈચ્છા થશે પૂરી

Admin

ભારત વિ ન્યુઝીલેન્ડ: રોહિત શર્માની સદી તો શુભમન ગિલ બન્યો રન મશીન, જાણો ન્યુઝીલેન્ડ વનડે સીરીઝમાંથી ટીમ ઈન્ડિયાએ શું મેળવ્યું?

Admin

Leave a Comment

error: Content is protected !!