Apna Mijaj News
Agency News

શાહના નેતૃત્વમાં 1 લાખ 44 હજાર કિલોથી વધુ માદક દ્રવ્યોનો કરવામાં આવ્યો નાશ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સોમવારે ‘ડ્રગ્સ સ્મગલિંગ એન્ડ નેશનલ સિક્યુરિટી’ પર પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરી. શાહની અધ્યક્ષતામાં યોજાયેલી કોન્ફરન્સ દરમિયાન, તમામ રાજ્યોના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સાથે સંકલન કરીને NCB દ્વારા દેશના વિવિધ ભાગોમાં તમામ 1 લાખ 44 હજાર કિલોથી વધુ માદક દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો, જે એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ ડ્રગ્સને નષ્ટ કરવાનો રેકોર્ડ છે. છેલ્લા એક વર્ષમાં 10 લાખ કિલો માદક દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો છે, જેની કિંમત લગભગ 12,000 કરોડ રૂપિયા છે.

 

વૈશ્વિક સ્તરે ભારતને નવી ઓળખ અપાવનાર શાહ સ્પષ્ટપણે માને છે કે નશાનો વેપાર રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે, જેનો સામનો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંકલન જરૂરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નશા-મુક્ત ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં કામ કરી રહેલા અમિત શાહના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલયે નશાના વેપારને રોકવા માટે ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવી છે. આના પરિણામે, 2013 પછીથી બમણાથી વધુ માત્રામાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવી ચૂક્યું છે. છેલ્લા 9 વર્ષમાં NCB દ્વારા જપ્ત કરાયેલા ડ્રગ્સની સંખ્યામાં લગભગ 100% નો વધારો થયો છે, જયારે ડ્રગ્સ તસ્કરો સામે 181% વધુ કેસ નોંધાયા છે અને તસ્કરોની ધરપકડમાં 296% નો વધારો થયો છે. નશાના વેપારને જડમૂળથી ઉખેડવા માટે, શાહના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલયે એક તરફ નેશનલ નાર્કો કોઓર્ડિનેશન પોર્ટલ (એનકોર્ડ) ની સ્થાપના કરી, તો બીજી તરફ દરેક રાજ્યમાં પોલીસ વિભાગમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરી.

 

ભારતીય રાજકારણને નવેસરથી વ્યાખ્યાયિત કરનાર શાહના સક્ષમ માર્ગદર્શન હેઠળ ગુપ્તચર એજન્સીઓએ તમામ નાણાકીય દસ્તાવેજોનું અલગ-અલગ વિશ્લેષણ કર્યા પછી નાણાકીય તપાસ અને તસ્કરોની  સંપત્તિ જપ્ત કરવામાં વધારો થયો છે. વર્ષ 2022 માં, NCBએ આવા 27 કેસોમાં નાણાકીય તપાસ હાથ ધરી જેમાં 15,98,37,784 રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી. DEA, AFP, NCA, RCMP વગેરે જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે સંકલન કરીને, આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓને અંકુશમાં લેવાની દિશામાં ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ 44 દેશો સાથે આ મુદ્દે દ્વિપક્ષીય એમઓયુ પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. દેશના 372 જિલ્લામાં નશા મુક્તિ અભિયાન હેઠળ 8000 થી વધુ યુવા સ્વયંસેવકો દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ યુવાનો અને 2 કરોડથી વધુ મહિલાઓ સુધી પહોંચ બનાવાઈ ચુકી છે.

 

શાહનો સ્પષ્ટ અભિપ્રાય છે કે નશો વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વ માટે હાનિકારક છે. જો એક ચોક્કસ સમયમાં તેને નિયંત્રિત કરવામાં ન આવ્યું તો તેને કાબૂમાં લેવું અશક્ય બની જાય છે. તેનું વ્યસન યુવાનોને સમાજ પર બોજ બનાવે છે અને તેના ધંધાથી થતી આવક આતંકવાદ જેવી સમસ્યાઓને મજબૂત બનાવે છે. અમૃતકાળમાં, મોદી-શાહની જોડી દ્વારા ઝીરો-ટોલરન્સની નીતિ અપનાવીને, ત્રિ-સ્તરીય વ્યૂહરચના હેઠળ ‘નશા મુક્ત ભારત’ના આહ્વાનનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે.

Related posts

“We have finally become Wall Street traders.” – Bitcoin Spot ETF Approval

Chetu Foundation Distributes Blankets, Bringing Warmth to Those in Need.

Teaser for “Aakhir Palaayan Kab Tak,” Featuring Rajesh Sharma, Unveiled

Leave a Comment

error: Content is protected !!