•જિલ્લા પોલીસ અધિક્ષકને એક જાગૃત નાગરિકે સુરેશ માધવાણીના કાળા કરતુતોની જીવતી જાગતી ફિલ્મ આપી હોવા છતાં નથી થતી કોઈ કાર્યવાહી
• આર્થિક રીતે મજબૂર મહિલાઓને નોકરીના બહાને રાખીને તેમને ઊંચા પગારની લાલચ આપી શારીરિક સંબંધો બાંધી બનાવી લેવાય છે વિડિયો
(ચેતવણી:આ લેખમાં યૌન શોષણનું વિગતવાર વર્ણન કરવામાં આવેલું છે.)
અમદાવાદ: સંજય જાની
અમરેલીમાં રહેતા એક કથિત માનસિક વિકૃત વ્યક્તિ એવી કરતુતોને અંજામ આપી રહ્યો છે કે જો એ કરતુતો સમાજ વચ્ચે ખુલી જાય તો અંદાજે 40થી વધુ મહિલાઓનો ઘર સંસાર ભાંગી જાય અને ક્યાંય મોઢું બતાવવા લાયક ન રહે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે તેમ છે. પોલીસ પ્રશાસન દ્વારા જો આ વ્યક્તિને પકડીને રોકવામાં નહીં આવે તો હજુ પણ કંઈ કેટલીયે આર્થિક સંકળામણમાં મજબૂર મહિલાઓ શારીરિક શોષણનો ભોગ બની જશે અને તેના પરિણામ સમાજ માટે સારા નહીં હોય તે પણ સનાતન સત્ય છે. જેથી આવા બદ કૃત્યો આચારતા શખ્સ સામે કાનૂની પગલા ભરી તેને આકરામાં આકરી સજા થાય તે દિશામાં પોલીસે કાર્યવાહી કરવી જોઈએ.
અમરેલીમાં માનસિક વિકૃત કહી શકાય તેવા સુરેશ માધવાણી નામનો વ્યક્તિ શહેરમાંથી પ્રસિદ્ધ થતા એક જાહેર ખબર માધ્યમમાં ‘ઓફિસ સંભાળવા માટે મહિલાઓ જોઈએ છે’ આવા પ્રકારની જાહેરાત આપીને પોતાની ઓફિસે નોકરી મેળવવા આવતી મહિલાઓને ઓફિસમાં કેવા પ્રકારનું કામ કરવાનું હોય છે તેની સમજણ આપી નોકરી ઈચ્છુક મહિલાઓને કામ પર રાખે છે. ઘરમાં આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા નોકરી મેળવનાર મહિલાને પ્રથમ તો અહીં સુરેશ માધવાણી અને તેની સાથે કામ કરતાં તેના મળતીયાઓ ઓફિસ કામ, હિસાબ- કિતાબ અને કોલ સેન્ટર સહિતના કામોમાં પ્રમોશન અને પ્રથમ કામની શરૂઆતમાં માસિક પગાર ધોરણ 2500થી લઈ ₹40,000 સુધીની લોભાભણી લાલચો આપી મહિલાઓની કામ કરવાની અને પ્રમોશન થકી વધુ પગાર મેળવવાની માનસિકતા જાણીને નગ્ન ખેલ ખેલી રહ્યાં હોવાનું ઉજાગર થયું છે.
વર્તમાન સમયમાં અમરેલીના ભીડભંજન ચોક વિસ્તારના એક ખંડેર જેવા કોમ્પ્લેક્સમાં દુકાન ખોલી સુરેશ માધવાણી આણી મંડળી આર્થિક રીતે મજબૂર મહિલાઓને નોકરીએ રાખીને પ્રથમ ઓફિસ કામથી લઈને અન્ય કામોમાં પ્રમોશન અને પગાર ધોરણ 40,000 સુધીનું આપવાનો મમરો મૂકી મહિલા જો આ અંગે તૈયારી દર્શાવે તો સુરેશ માધવાણી મહિલાઓને તેની સાથે અને અન્ય પુરુષો સાથે શારીરિક સંબંધો બાંધવા રાજી કરી લેતો હોવાની જીવતી જાગતી ફિલ્મ શહેરના જ એક જાગૃત અને બહાદુર ગણાતી વ્યક્તિએ ઉતારી લીધી છે. એટલું જ નહીં સંબંધિત જાગૃત નાગરિકને જ્યારે આ બાબતની ખબર પડી તો તેણે ભોગ બનેલી મહિલાઓ અને આવનારા સમયમાં વધુ કોઈ મહિલાઓ સુરેશ માધવાણી જેવા વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિની હવસનો શિકાર ન બને તે હેતુથી સમગ્ર બાબત અંગે જિલ્લા પોલીસ અધિક્ષક હીમકરસિંગને વાકેફ કરી દીધા હવે પોલીસ દાનત સાફ રાખીને સંપૂર્ણ રીતે નિષ્ઠા અને ઈમાનદારીથી મહિલાઓને નોકરીની લાલચમાં ફસાવીને તેમનું શારીરિક શોષણ કરતાં નરાધમોને પકડીને તેમની સામે કાનૂની રાહ એ પગલા ભરી આકરામાં આકરી સજા કરાવવા આગળ આવે તે જરૂરી બન્યું છે. જો પોલીસ કાર્યવાહી કરે તો સુરેશ માધવાણીની સાથે પાપાચારમાં સામેલ શહેરના તેમજ અન્ય જગ્યાએ વસવાટ કરતાં કેટલાક મોટા માથા ગણાતા વ્યક્તિઓના નામો ખુલી શકે તેમ છે.
• સુરેશ માધવાણી આ રીતે મહિલાઓને પોતાની માયાજાળમાં ફસાવતો રહ્યો છે
અમરેલી શહેરમાંથી પ્રસિદ્ધ થતા એક જાહેર ખબરના માધ્યમમાં ‘ઓફિસ કામ માટે મહિલાઓ જોઈએ છે’ તેવી જાહેરાત આપીને નોકરી મેળવવા આવતી મહિલાઓને તેમના કામમાં પગાર ધોરણ નક્કી કરી મહિલાઓ પ્રમોશન અને માસિક વધુમાં વધુ 40,000 રૂપિયા કમાઈ શકે છે તેવી વાત સુરેશ માધવાણી કરતો હતો. જેની વાતોમાં જો કોઈ મહિલા આવી જાય અને પોતે પ્રમોશન મેળવીને માસિક ચાલીસ હજાર રૂપિયા કમાવવા માગે છે તેવી માનસિકતા જાણીને સુરેશ માધવાણી અને તેની મંડળીના શખ્સો મહિલાને પોતાની સાથે શારીરિક સંબંધો બાંધવા રાજી કરી તેનું શારીરિક શોષણ કરી અન્ય પુરુષો સાથે પણ સંબંધો બાંધવા પ્રેરિત કરી બહારથી ગ્રાહકો બોલાવી ઓફિસમાં જ એક ગ્રાહક દીઠ હજાર રૂપિયાથી માંડીને જેવો ગ્રાહક તેવા ભાવે મજબૂર મહિલાના શરીરનો થોડીક ક્ષણો માટે સોદો કરવામાં આવતો હોવાનું ઉજાગર થયું છે.
• મહિલાને પ્રમોશન સાથે મહિને 40,000 લેવા હોય તો 50 વખત શારીરિક સંબંધનો વિડીયો બનાવવો પડતો
ઓફિસ કામ માટે નોકરી મેળવનાર મહિલાને પ્રમોશન અને વધુ પગાર જોઈતો હોય તો સુરેશ માધવાણી મહિલાને પોતાની સાથેની નગ્ન શારીરિક ચેષ્ટા અંગેના રાજી ખુશીથી વિડીયો બનાવવા મહિલાને કહેતો અને બાદમાં આવા 50 વિડીયો સુરેશ માધવાની સાથે શારીરિક સંબંધના બની જાય પછી કોલ સેન્ટરમાં પહોંચવાનું પ્રમોશન તેમજ એક જ મહિનામાં એક જ કલાક ઓફિસ આવી કામ કરવાના ₹40,000 પગાર લઈ જવાની લાલચ આપવામાં આવી રહી છે. એક જ મહિનામાં માત્ર એક કલાક કોલ સેન્ટરની અન્ય મહિલાઓને પગાર આપવાનું કામ કરવાના માસિક ચાલીસ હજાર રૂપિયા મળતા હોવાની લાલચમાં કંઈ કેટલીય મહિલાઓએ હસતાં મુખડે સુરેશ માધવાણી સાથે શારીરિક સંબંધ બાંધતી વખતના નગ્ન વિડીયો બનાવવા સહમતિ દર્શાવી છે.
•અનેક મહિલાઓના નગ્ન વીડીયો સુરેશ માધવાણીના મોબાઇલમાં કંડારેલા પડ્યા છે
એક જ મહિનામાં માત્ર એક કલાક જ કોલ સેન્ટરની મહિલાઓને પગાર આપવાનું કામ કરવાના મહિને 40 હજાર રૂપિયા મળશે તેવી લાલચમાં સુરેશ માધવાણી સાથે પચાસ વખત શારીરિક સંબંધ બાંધવા અને તે અંગેનો નગ્ન વિડીયો ઉતારવા પણ રાજીપો રાખનાર આર્થિક સંકળામણ કે અન્ય મજબૂરીમાં પોતાની આબરૂ દાવ પર લગાડી દેનાર મહિલાઓના સુરેશ માધવાની સાથેના નગ્ન વીડીયો સુરેશ માધવાણીના મોબાઈલ ફોનમાં પાસવર્ડના ‘સુરક્ષા કવચ’ વચ્ચે ધરબાયેલા પડ્યા છે. જે વિડિયો જો આવનારા સમયમાં વાઈરલ થાય તો અનેક મહિલાઓના ઘર સંસાર ભાગી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે તેમ છે.
• જો વિડીયો વાઈરલ થાય તો અનેક મહિલાઓ આત્મઘાતી પગલા પણ ભરી લે તેવી દહેશત
નોકરી, પ્રમોશન અને ઊંચા પગારની લાલચમાં આવીને કે પછી અન્ય કોઈ મજબૂરીથી સુરેશ માધવાણીના ‘ચક્રવ્યુ’માં અનેક મહિલાઓ નિર્વસ્ત્ર થઈ ફસાઈ ગઈ છે. સુરેશ માધવાણીના મોબાઇલમાં રહેલાં વિડીયો રૂપી ‘ચક્રવ્યુ’ને હવે જિલ્લા પોલીસ અધિક્ષક હીમકરસિંગ જ વિંધી શકે તેમ છે. જો એ ‘ચક્રવ્યુ’ વિંધીને વીડિયોને નષ્ટ નહીં કરવામાં આવે તો સંભવત એ વિડીયો વાયરલ થઈ જાય તો અનેક મહિલાઓને આત્મઘાતી પગલા ભરવા પડે તેવી દહેશત ઊભી થઈ છે.
•મહિલાઓને શારીરિક શોષણમાંથી ઉગારવા એક જાગૃત વ્યક્તિ આગળ આવી પણ પોલીસ…?!
સુરેશ માધવાણી નોકરીના બહાને મહિલાઓનું શોષણ કરતો હોવાની બાબત એક જાગૃત નાગરિકના ત્યાં ને આવતા તેણે સ્થાનિક મહિલા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો ત્યાંના એક મહિલા કર્મચારીની સલાહથી અનેક પુરાવા એકત્રિત કર્યા છે. જે પુરાવા જિલ્લા પોલીસ અધિક્ષકને આપી જાગૃત વ્યક્તિએ મૌખિક રજૂઆત કરીને શારીરિક શોષણનો ભોગ બનતી મહિલાઓને ઉગારી લેવા બહાદુરી પૂર્વક પોતાની રજૂઆત કરી છે. જે વાતને અંદાજે પાંચેક દિવસ વીતી ગયા છે પરંતુ પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નહીં હોવાનું સપાટી ઉપર આવ્યું છે. પોલીસ કાર્યવાહી કરશે ત્યારે સુરેશ માધવાણીની સાથો સાથ સુરતમાં રહેતા હોવાનું કહેવાતા ધવલ દવે નામના એક વ્યક્તિની પણ ભૂંડી ભૂમિકા સામે આવે તેમ છે.
(આ લેખમાં નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનવા ગયેલી શિક્ષિત મહિલા સાથે ઘટેલી ઘટનાને ઉજાગર કરવામાં આવી છે. જેમાં વ્યક્ત કરાયેલા વિચારો તેમના અંગત છે)