Apna Mijaj News
અજીબ દાસ્તાં હૈ યે....

ઈરાનમાં ગુજરાતી દંપતીએ અસહ્ય યાતના વેઠી

અમેરિકા જવા નીકળેલા ગુજરાતી દંપતીએ ઈરાનમાં અસહ્ય યાતના વેઠી: રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી મદદગાર બન્યા 


મહેસાણાના વસઈ ગામના પાટીદાર યુવાન અને તેમની પત્ની અમેરિકા જવામાં ફસાયા: પાકિસ્તાની એજન્ટોએ ગોંધી રાખી 15 લાખની ખંડણી માગી

પંકજ પટેલને નગ્ન કરી તેની પીઠ ઉપર બ્લેડથી અસંખ્ય ઘા મારી લોહી લુહાણ કરી દર્દનાક વિડીયો બનાવી તેના જ મોબાઈલ ફોનના સ્ટેટસમાં મુક્યો

બ્લેડના ઘાથી કણસતા પંકજે ગુજરાતમાં રહેલા પરિવાર પાસેથી અપહરણ કર્તાના કહ્યા પ્રમાણે રૂપિયા મંગાવ્યા, 15 લાખ મળી ગયા પછી દંપતીને બહેરાનના એરપોર્ટ પર છોડી દેવાયાં

એરપોર્ટ પહોંચ્યા પછી પંકજે પરિવારના સભ્યો સાથે whatsapp પર વાત કરી અને કહ્યું મારી પાસે પૈસા નથી મારી ટિકિટની વ્યવસ્થા કરાવો

• અપહરણકારોની ચુંંગાલમાંથી છૂટેલું દંપતી પરિવારજનોની મદદથી ગુજરાત આવવા રવાનું થયું: રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને પોલીસનો પરિવારે સહયોગ કરવા બદલ આભાર માન્યો


અમદાવાદ: સંજય જાની

 

    અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતા મૂળ મહેસાણા જિલ્લાના વસઇ ડાભલા ગામના પાટીદાર યુવાન પંકજ પટેલ અને તેમના પત્ની નિશા પટેલ ગાંધીનગરના એજન્ટ અભય રાવલના સહકારથી રૂ.૧.૧૫ કરોડ નક્કી કરીને ગત તા. ૦૩ જૂનના અમેરિકા જવા રવાના થયા હતા. જ્યાં ઈરાનમાં પાકિસ્તાની એજન્ટો દ્વારા તેમનું અપહરણ કરીને ગોંધી રખાયા હતા.ઈરાનમાં અપહરણકારોએ યુવકને ઊંધો સુવડાવીને તેને નગ્ન કરી તેની પીઠ પર બ્લેડના ઘા મારી તેને લોહી લુહાણ કરી ભારતમાં રહેલા તેના પરિવાર પાસેથી રૂપિયા મંગાવતો વિડિયો પણ અપહ્યત યુવાનના જ મોબાઈલ ફોનના સ્ટેટસમાં મુક્યો હતો. જે જોયા પછી પરિવારજનો ઘટનાથી વાકેફ થયા હતા અને અપહરણકારોની માગ પૂરી કરવા 15 લાખ રૂપિયા આંગડિયા દ્વારા મોકલી સમગ્ર ઘટના અંગે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને વાકેફ કરાયા હતા. રૂપિયા મળી જતા અપહરણકારોએ અપહ્યત દંપતી અને તેની સાથે રહેલા હૈદરાબાદના એક વ્યક્તિને બહેરાનના એરપોર્ટ પર છોડી દીધા હતા. જ્યાંથી પાટીદાર યુવાને તેના પરિવારજનોનો સંપર્ક સાધી પોતે સલામત હોવાનું અને તેની પાસે રૂપિયા ન હોવાથી તેની ભારત આવવાની ટિકિટ કરાવવા જાણ કરી હતી. જેથી પરિવારના સભ્યોએ ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા કરી દેતા દંપતી ગુજરાત આવવા રવાના થયું છે. જે આવતીકાલે એટલે કે તા.૨૧ જૂન 2023 ના સવારે 10:00 વાગ્યાના અરસામાં અમદાવાદ આવી પહોંચે તેવી શક્યતા છે. પરિવારજનો આ અંગે રાજ્યના ગૃહ મંત્રી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સહકાર આપવા બદલ આભાર પણ માન્યો છે.

નવા નરોડામાં રહેતા પંકજ ભરતભાઈ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના વસઈ ગામના વતની છે. જેઓને પત્ની નિશા પટેલ સાથે અમેરિકા જવું હોઈ તેઓ ગાંધીનગરના એજન્ટ અભય રાવલના સંપર્કમાં આવ્યા હતા. અભય રાવલે તેમને અમેરિકા મોકલવા માટે રૂપિયા 1.15 કરોડ નક્કી કર્યા હતા. જે નક્કી થયા બાદ અભય રાવલે દંપત્તિને અમદાવાદ મોકલવા માટે હૈદરાબાદના એજન્ટ શકીલ સાથે ડીલ કરી હતી. નક્કી થઈ ગયા બાદ 3 જૂન 2023ના દંપતીને અમેરિકા લઈ જવા માટે ફ્લાઇટ દ્વારા હૈદરાબાદ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાર દિવસના રોકાણ બાદ એજન્ટ શકિલનો ભાઈ મુનીર પાટીદાર દંપતીને લઈને ઈરાન ગયો હતો જ્યાં પાકિસ્તાની એજન્ટોએ તેઓનું અપરણ કરી તેમને ગાંધી રાખી ભારત સ્થિત પરિવારજનો પાસેથી મોટી રકમની ખંડણી માગી હોવાનો દર્દનાક વિડિયો વાઈરલ કર્યો હતો. કહેવાય છે કે એ વિડીયો જોયા બાદ પરિવારજનો તેમજ એજન્ટ અભય રાવલે આંગડિયા પેઢી મારફતે અપહરણકારોને 15 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી. બીજી તરફ અપહ્યત દંપત્તિના પરિવારજનોએ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી તેમજ કૃષ્ણનગર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. જેને લઇને રાજ્ય ગૃહ મંત્રી તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ દિશામાં એફઆઇઆર નોંધવા સહિતની યોગ્ય કાર્યવાહી કરી હોવાનું પરિવારજનોએ કહ્યું હતું.

બીજી તરફ અપહરણકારોને તેમની માગણી મુજબના 15 લાખ રૂપિયા મળી જતા પાટીદાર દંપતી અને હૈદરાબાદના એજન્ટ શકિલના ભાઈ મુનીરને અપહરણકારોએ ઈરાનના બહેરાન એરપોર્ટ પર ગત તા.૧૯ જૂનની રાત્રે છોડી દીધા હતા. જ્યાંથી પંકજ પટેલે whatsapp દ્વારા તેના પરિવારજનો અને મિત્રોને પોતે છૂટી ગયા છે અને બહેરામના એરપોર્ટ પર ઉભા હોવાની માહિતી આપી હતી. તેઓએ પરિવારજનોને એમ પણ કહ્યું હતું કે તેમની પાસે એક પણ રૂપિયો નથી અને તેમને ભારત આવવા માટે ફ્લાઇટની ટિકિટની વ્યવસ્થા કરાવી આપો. જોકે પરિવારજનો સત્ય હકીકત જાણવા માટે પંકજ પટેલ સાથે whatsapp કોલ ઉપર વાત કરી તેમને તેનું લોકેશન અને યોગ્ય પુરાવો આપવા કહ્યું હતું જેથી પંકજ પટેલે તે તમામ બાબતો પરિવાર સમક્ષ મૂકી હતી. જે ખરાઈ થઈ ગયા બાદ આજે એટલે કે તા. 20 જૂનના વહેલી પરોઢે અંદાજે 4:30 વાગ્યાના અરસામાં પંકજ પટેલ અને તેમના પત્ની નિશા પટેલ હવાઈ માર્ગે અમદાવાદ આવવા રવાના થયા છે. જેઓ સંભવત આવતીકાલે સવારે 10:00 વાગ્યાના અરસામાં ગુજરાત પહોંચી જાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

Related posts

કાળીના તળાવ કાંઠે ધોળી રાતે રાણીપની યુવતીએ કેમ કરી બુમાબુમ?!

ApnaMijaj

હર્ષ ઘેલા પતિએ કર્યું એવું કે…!

ApnaMijaj

મહેસાણા ભાજપમાં અગડમબગડમ..!

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!