Apna Mijaj News
'ખબર' કોની 'ખબર' લઈ નાખશે?

કચ્છના જળસ્ત્રાવ વિકાસ એકમને કોણે નીચોવ્યુ?

કચ્છ જિલ્લાના જળસ્ત્રાવ વિકાસ એકમના નોડલ અધિકારી મહેશ પટેલ એક નંબરનો ભ્રષ્ટાચારી: મુખ્યમંત્રીને રજૂઆત

જળસ્ત્રાવ વિકાસ એકમમાં વાડ જ ચીભડાં ગળી ગઈ, નોડલ અધિકારીએ પોતાની અને મળતીયાઓની કન્સ્ટ્રક્શન કંપની ખોલી સરકારના કરોડો રૂપિયા ઉસેડી લીધાં

જિલ્લામાં આવેલા તળાવો, ચેક ડેમો, જમીન લેવલિંગ, ખેડૂત સહાય વગેરે કામો કાગળ ઉપર બતાવી કરોડોના બિલ સરકારમાં મૂકીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ

         જળ સ્ત્રાવ કૌભાંડ: ભાગ ૦૧

અમદાવાદ: સંજય જાની

      કચ્છ જિલ્લાની પ્રજાને જળ સંબંધીત કોઈ તકલીફ ન પડે તેવા ઉદ્દેશથી સરકારે લાભા લાભ યોજના અમલી બનાવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ અહી વસવાટ કરતા લોકોને તળાવો, ચેક ડેમો જમીન લેવલિંગ તેમજ ખેડૂત વર્ગને ઉપયોગી ખેત ઓજારો પર્યાપ્ત કરાવવાનો છે. વર્ષ 2011માં શરૂ કરાયેલી આ યોજનામાં અત્યાર સુધી કરોડો- ખરબો રૂપિયાના વિકાસ કામો હાથ ધરાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ હવે આ વિકાસ કામો માત્ર કાગળ ઉપર કરાયા હોવાના આક્ષેપો સાથે કચ્છ જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમમાં જ નોડલ અધિકારી તરીકે ₹22,000 માં નોકરી કરતા મહેશ પટેલ અને તેમના મળતીયાઓએ પોતાની જ તેમજ સંબંધિતોની બોગસ કન્સ્ટ્રક્શન કંપનીઓ ઊભી કરી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી અધધ રકમ ઉસેડી લીધી હોવાના આરોપો સાથે તટસ્થ તપાસ કરવાની મુખ્યમંત્રી પાસે ભુજના કૌશિક ડી પટેલ નામના નાગરિકે અરજી કરતાં હડકંપ મચ્યો છે.

નોડલ અધિકારી મહેશ પટેલ, ઠાઠ માઠે ઉદ્યોગપતિ

      કચ્છ જિલ્લામાં કાર્યરત જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ કચેરીના જવાબદાર અધિકારીઓની મિલીભગતથી કચેરીમાં જ નોડલ અધિકારી તરીકે કામ કરતા મહેશ પટેલે પોતાના તેમજ મળતિયાઓના નામે ‘સોમનાથ’, ‘મુંજપુરા’ અને ‘રાજવીર’ નામ સહિતની કન્સ્ટ્રક્શન કંપનીઓ ઉભી કરીને જિલ્લાના વિવિધ ગામડાઓમાં જળ સંબંધીત કામગીરીઓ બતાવીને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે સમગ્ર કાંડમાં તલસ્પર્શી તપાસ કરવાની માગણી ભુજના યુવાન દ્વારા બુલંદ બનાવાઈ છે. મુખ્યમંત્રી તેમજ સંબંધિત અધિકારીઓને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, નોડલ અધિકારીએ જે તે પ્રોજેક્ટના પ્રમુખ અને મંત્રી સાથે વહીવટ કરીને જે તે યોજના અંતર્ગત કાગળ ઉપર માત્ર કામગીરી બતાવી કરોડો રૂપિયાના બિલ સરકારમાં રજૂ કરીને રકમ ઉસેડી લેવાઈ છે. જે અંગે તપાસ કરી દોષિતો સામે કાર્યવાહી કરવાની પણ માંગણી પત્રમાં કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ હેઠળ કામગીરી દર્શાવી 70 કરોડથી વધુની રકમ ઘર ભેગી કરાઈ હોવાના આક્ષેપ

     અરજદારે નોડલ અધિકારી મહેશ પટેલે યોજનાના બેચ એકમાંથી એક થી 18 પૈકી દસ પ્રોજેક્ટ, બેચ બેમાં 19 થી 28 પૈકી છ પ્રોજેક્ટ, બેચ ત્રણમાં 29 થી 38 પૈકી છ પ્રોજેક્ટ, બેચ પાંચમા 24 થી 48 પૈકી ત્રણ પ્રોજેક્ટ, બેચ છમા 49 થી 52 પૈકી બે પ્રોજેક્ટ અને PMKSY-WDC 0.2મા એક થી પાંચ પૈકી ત્રણ પ્રોજેક્ટમાં ગેરરીતિ આચરીને 70 કરોડથી વધુની રકમ ઘર ભેગી કરાઈ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

ખેડૂતોને કીટ આપ્યાના નામે કરોડો રૂપિયાની ગેરરીતિ આચરાઈ

     જળસ્ત્રાવ વિકાસ એકમ કચેરીના નોડલ ઓફિસરે પોતાની જ કન્સ્ટ્રક્શન કંપનીઓના ટેન્ડરો મંજૂર કરાવડાવી ખેડૂતોને લાભા લાભ અપાવવાના બહાને ₹2,000 ની કીટો વિતરણ કરી તે કીટોના ₹25,000 જેટલા બિલો મંજૂર કરાવીને કરોડો રૂપિયાની હોવાના આક્ષેપો પણ અરજદાર દ્વારા કરવામાં આવ્યા છે. જે સંબંધે પણ મુખ્યમંત્રી કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

(નોડલ અધિકારી મહેશ પટેલ અને તેનો ભાઈ પ્રકાશ પટેલ, જળસ્ત્રાવ વિકાસ એકમ એજન્સી નો ટેકનિકલ એક્સપર્ટ ઈમદાદ બાંગ, અધિકારી જીકે રાઠોડ સહિતના લોકોએ કરેલી કરોડો રૂપિયાની ગેરરીતિના વિગતવાર અહેવાલ અંગે રાહ જુઓ)

*મહેશ પટેલ બાવીસ હજાર રૂપિયાના પગારમાં મોંઘી દાટ કાર અને વૈભવી રાજ મહેલમાં કઈ રીતે આવ્યો?
પ્રકાશ પટેલ એક એનજીઓમાં નોકરી કરતા કરતા જળ સ્ત્રાવ વિકાસ એકમની કચેરીમાં નોકરીમાં કઈ રીતે લાગ્યો અને કેમ છૂટો કરવામાં આવ્યો?
નખત્રાણાના એક રામકથા આયોજનના રાત્રિ ડાયરામાં સાંસદ ઉપર 500 500ની નોટોમાં અંદાજિત 25 લાખ જેટલી રકમ ગોરમા ઉડાડી નાખનાર મહેશ -પ્રકાશ બંધુની કરમકુંડળી
જળસ્ત્રાવ વિકાસ એકમના ગોવિંદ રાઠોડ, ઈમદાદ બાંગની ગેરરીતિ શું છે ભૂમિકા? બાંગે કયા મહિલા અધિકારીની નોકરી ભરતીની ફાઈલ કરી ગુમ?
મહેશ અને પ્રકાશ પટેલે શા માટે પોતાની લક્ઝરીયસ કાર પર ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાડી છે? ઉપરાંત પોતાના નોકર એવા મુંજપરાના નામે અન્ય વૈભવીકાર પણ ખરીદી છે. જેના ફોટોગ્રાફ્સ સાથેનો અહેવાલ ટૂંક સમયમાં….

Related posts

સુરત પોલીસનું ચસ્કી ગયું છે કે શું?

ApnaMijaj

અમદાવાદના વહીવટદારોનો ‘વટ’ ઉતરશે કે પછી..?

ApnaMijaj

નરોડા પોલીસ પ્રજાની મિત્ર નથી!

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!