Apna Mijaj News
આનંદોત્સવ

આગામી તા. ૧૦ અને ૧૧ મેના કાર્યક્રમમાં ભક્તજનો ઉમટી પડશે

પાંચોટમાં મેલડી માતાજી મંદિરનો ૧૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાશે

• બે દિવસના કાર્યક્રમમાં શોભાયાત્રા, આરતી, જ્યોત દર્શન અને નવચંડી યજ્ઞ કરાશે

• માતાજીની પ્રેમ પ્રસાદી સાથે ભક્તજનો માટે ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન કરાયું

મહેસાણા: અપના મિજાજ ન્યુઝ 

 

       મહેસાણા તાલુકાના પાંચોટ ગામે આવેલા મહાદેવપુરા સ્થિત મેલડી માતાજી મંદિરનો સોળમો પાટોત્સવ આગામી તા. ૧૦ અને ૧૧ મે એમ બે દિવસ ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરત સ્થિત મોટા માડી ભરતભાઈ, વિષ્ણુભાઈ પટેલ બ્રિજેશભાઈ વિષ્ણુભાઈ પટેલ બ્રહ્માણી માતાજીના ઉપાસકની ઉપસ્થિતિમાં આરતી તથા સગડીની જ્યોતમાં માના દર્શન કરાવવામાં આવશે. ઉપરાંત પ્રથમ દિવસે ઉમા સાઉન્ડના સથવારે ઇન્ટરનેશનલ પંચમ મ્યુઝિકલ ગ્રુપ પાટણ દ્વારા ભક્તજનો માટે ભવ્ય રાસ ગરબા કરાયા છે.

મંદિરના સંચાલક અશોકભાઈ જાની (માડી)ના જણાવ્યા પ્રમાણે સોળમાં પાટોત્સવ ઉત્સવમાં પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય, આરતી જ્યોત દર્શન સહિતના માંગલિક પ્રસંગો સાથે રાત્રિના ભવ્ય રાસ ગરબાનું ભક્તજનો માટે આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે બીજા દિવસે મેલડી માતાજીને રથમાં બિરાજમાન કરી શોભા યાત્રા કાઢવામાં આવશે. જે બાદ નવચંડી યજ્ઞ શ્રીફળ હોમ પુર્ણાહુતિ સાથે મહા આરતી બાદ પાટીદાર વાડીમાં માતાજીનો પ્રેમ પ્રસાદ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ભક્તજનોને પીરસવામાં આવશે. ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર કાર્યક્રમ રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઈ પટેલ, બહુચરાજીના ધારાસભ્ય ડૉ. સુખાજી ઠાકોર, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી તૃષાબેન પીન્ટુભાઇ, પાંચોટ ગામના સરપંચ લલિતકુમાર રણછોડભાઈ પટેલ, બિલ્ડર પ્રવીણભાઈ પરસોતમભાઈ પટેલ, આનંદપુરા ના સરપંચ શ્રીમતી સુરેખાબેન રમેશભાઈ પટેલ અને સ્નેહલભાઈ પી પટેલ ઉપસ્થિત રહેશે.

Related posts

અર્બન 20: WELCOME TO AHMEDABAD

ApnaMijaj

કલોલના ભારતમાતા ટાઉન હોલમાં ‘કલાના કામણ’ પથરાયા

ApnaMijaj

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ફૂટબોલમાં મેદાન માર્યું

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!