Apna Mijaj News
આકરી કાર્યવાહી

AMCએ આંખ લાલ કરી

અમદાવાદમાં વેરો નહીં ભરતા 99 મિલકતો સીલ

પશ્ચિમ ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ આંખ લાલ કરીને આકરી કાર્યવાહી કરી

તંત્રએ વ્યાજ માફી આપી હોવા છતાં કોમર્શિયલ વેરો ભરવામાં મિલકત ધારકોની આળસ

• કોર્પોરેશને પશ્ચિમ ઝોનમાંથી ગુરૂવારના એક જ દિવસમાં કુલ રૂ. 52.41 લાખની આવક લીધી

અમદાવાદ: અપના મિજાજ ન્યુઝ

      અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ એકમ ધરાવતા મિલકત ધારકો માટે બાકી વેરો ભરવા વ્યાજ માફી યોજના અમલી કરી છે. તેમ છતાં અમુક રીઢા બાકીદારો દ્વારા વેરાની ભરપાઈ કરવામાં આવતી ન હોઇ કોર્પોરેશનના ટેક્સ વિભાગે બાકીદારો પ્રતિ લાલ આંખ કરી મિલકતો સીલ કરવાની આખરી કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર દ્વારા પશ્ચિમ ઝોનમાં આજે ગુરુવારે 99 જેટલી મિલકતોને સીલ મારી અન્ય ભાગીદારો પાસેથી એક જ દિવસમાં રૂ. 52.41 લાખની આવક વસૂલી છે.
      કોર્પોરેશનના પશ્ચિમ ઝોન વિભાગ દ્વારા કોમર્શિયલ ટેક્સ વસૂલવાની કામગીરી તેજ બનાવવામાં આવી છે. તંત્ર દ્વારા પશ્ચિમ ઝોન વિભાગમાં ઘણા સમયથી જેમનો ટેક્સ બાકી હોય તેવા બાકીદારોનાં આંગણે વ્યક્તિગત જઈને બાકી ટેક્સ વસૂલવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે તંત્રએ વ્યાજ માફીની સુવિધા આપી હોવા છતાં ટેક્સ ભરપાઈ નહીં કરવામાં આવતા 99 જેટલી મિલકતો ને સીલ લગાવી દેવામાં આવ્યું હતું. તદુપરાંત લાખો રૂપિયાની બાકી વેરાની વસૂલાત પણ કરવામાં આવી હતી.

મોટા પ્રમાણમાં ટેક્સ બાકી હોય તેવી મિલકતો આ છે

      (૧) સેફાયર કોમ્પ્લેક્સ, સી જી રોડ (૨) વિક્રમ કોમર્શિયલ સેન્ટર, આશ્રમ રોડ (૩) વિન હાઉસ, નારાયણ નગર રોડ (૪) ઝેડ કોમ્પલેક્ષ (૫) એલ પી હાઉસ, નારણપુરા (૬) આશ્રય પ્લેટીના અને (૭) અંબીકા કૃપા રાણીપનો સમાવેશ થાય છે.

બાકી વેરો નહી ભરાય તો પાંચમાં લેવાશે મીલકતો ટાંચમાં લેવાશે

       તંત્ર દ્વારા પશ્ચિમ ઝોનમાં બાકી રહેલો લાખો રૂપિયાનો ટેક્સ ઉઘરાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તે સાથો સાથ બાકીદારોને તાકીદ પણ કરવામાં આવી છે કે તેઓ સમયસર બાકી ટેક્સ ભરપાઈ કરી દે અન્યથા તંત્ર દ્વારા તેમના ગટર-પાણીના જોડાણ કાપી નાખવામાં આવશે. જો તેમ છતાં પણ બાકીદારો રીઢા બનશે તો તેમની મિલકતો ટાંચમાં લઈ જાહેર હરાજી કરી વહેંચી દેવા જેવી કાયદાકીય આકરી કાર્યવાહી કરવામાં આવશે.

(તસવીર પ્રતિકાત્મક છે)

Related posts

અમદાવાદના સિંધુ ભવન માર્ગની રેસ્ટોરન્ટ સીલ

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!