Apna Mijaj News
પ્રશંસાપાત્ર કાર્ય

મ્યુ. શાળામાં ‘આઝાદીકા અમૃત મહોત્સવ’

કાર્યક્રમમાં દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવશે

રેડ ક્રોસના શ્રુતિ પ્રોજેક્ટ તળે જેનનેકસ્ટ કંપની સહકાર આપશે

• દિવ્યાંગ બાળકોને નિશુલ્ક હીયરિંગ ડિવાઇસ અપાશે

અમદાવાદ: અપના મિજાજ ન્યુઝ

રાષ્ટ્રભરમાં “આઝાદી કા અમૃત મહોત્સવ”ની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અનેકવિધ રીતે કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. જેમાં આવતીકાલે તા. 6 ફેબ્રુઆરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેર કક્ષાની દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ કાર્યક્રમનું આયોજન શહેરના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે સવારે 10:00 વાગ્યે કરવામાં આવ્યું છે.
    નગર શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ‘આઝાદી કા અમૃત’ કાર્યક્રમ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડૉ. કુબેર મનસુખભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં રેડ ક્રોસના પ્રોજેક્ટ ‘શ્રુતિ’ કાર્યક્રમ હેઠળ જનનેકસ્ટ કંપની દ્વારા શિક્ષણ સમિતિના દિવ્યાંગ બાળકોને નિશુલ્ક હીયરિંગ ડિવાઇસની ભેટ આપવામાં આવશે. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિરીટ પરમાર, અતિથિ વિશેષ તરીકે ડેપ્યુટી મેયર ગીતાબેન જે પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ કાંતિલાલ બારોટ, કોર્પોરેશનના શાસક પક્ષના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ, કોર્પોરેશનના દંડક અરુણસિંહ રાજપુત, મ્યુ. સ્કૂલ બોર્ડના ચેરમેન ડૉ. સુજય મહેતા, એએમટીએસ ચેરમેન વલ્લભ પટેલ, સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન વિપુલ સેવક આમંત્રિત મહેમાન તરીકે રેડક્રોસના ચેરમેન ડૉ. હર્ષદ શાહ અને વાઇસ પર્સન શ્રુતિબેન ચુડકર ઉપસ્થિત રહેશે તેવું શિક્ષણ સમિતિના શાસન અધિકારી ડૉ. એલ.ડી. દેસાઈએ એક યાદીમાં જણાવ્યું છે.

Related posts

ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલ એટલે ‘મૂઠી ઉંચેરો’ માનવી…

ApnaMijaj

સમાજસેવક આલોક રાયના સહયોગથી વડનગરમાં જન સંવાદ

ApnaMijaj

કલોલમાં અમિત શાહના હસ્તે તળાવનું રિ ડેવલપમેન્ટ ખાતમુહૂર્ત

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!