Apna Mijaj News
Other

મુંબઈમાં બોરીવલીના આંગણે યોજાશે શહેરનો સૌથી મોટો ટ્રેડ અને રીયલ એસ્ટેટ એક્સપો – ‘કપોળ યુથ કોન 2023’

10,11 અને 12 ફેબ્રુઆરીએ આયોજિત ‘કપોળ યુથ કોન 2023’ ના બીગેસ્ટ ટ્રેડ એક્સ્પો, બિલ્ડર્સ પેવેલીયન તેમજ મનોરંજક કાર્યક્રમમાં લાખો લોકો ઉમટી પડશે

ફેબ્રઆરી ના બીજા સપ્તાહમાં મુંબઈ માં પ્રથમવાર સૌથી મોટા ટ્રેડ ફેર, બિલ્ડર્સ પ્રોપર્ટી એક્ઝિબિશન ( બિલ્ડર્સ પેવેલીયન ) – કપોળ યુથ કોન 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેડ ફેર બોરીવલીના 14 એકરમાં ફેલાયેલા પ્રમોદ મહાજન ગ્રાઉન્ડમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. 10,11 અને 12 ફેબ્રુઆરીએ 140થી વધુ ટ્રેડર્સ અહીં પોતાની પ્રોડક્ટ્સ અને પ્રોજેક્ટ્સ રજૂ કરશે. આ કાર્યક્રમ માટે અધિકાંશ ગ્રાઉન્ડને સેન્ટ્રલી એરકન્ડિશન બનાવાનું આયોજન કરાયું છે.

કપોળ બોર્ડિંગ સ્ટુડન્ટ્સ એન્ડ કલબસ તેમજ કપોળ મહાકુંભ દ્વારા કપોળ યુથ કોન 2023 નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનો લાભ કપોળ સમાજ સહિતના લાખો ગુજરાતીઓને મળશે.

બોરીવલીના આંગણે યોજાઈ રહેલા આ અદ્વિતીય ટ્રેડ ફેર ની લાખો લોકો મુલાકાત લેશે તેથી હાલ એની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ એક એવો ટ્રેડ ફેર છે જ્યાં મુલાકાત લેનારા લોકો માટે વિશાળ પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એટલું જ નહિ 25 હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં મુલાકાતીઓ માટે જબરદસ્ત ફૂડકોર્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ટ્રેડફેરનું ઉદઘાટન વૈષ્ણવાચાર્ય ધ્રુમિલ કુમાર ના આશીર્વચન સાથે કરવામાં આવશે. વૈષ્ણવ બાંધવો માટે અહી શ્રી નાથજીની હવેલી પણ છે જ્યાં વૈષ્ણવો રોજ આરતી અને દર્શન કરી શકશે એટલું જ નહિ ઠાકોરજીના છપ્પન ભોગનાં દર્શન પણ થશે.

કપોળ યુથ કોન 2023માં ત્રણે દિવસની સાંજ સંગીતમય રહેશે. 10 ફેબ્રુઆરીની સાંજે ફાલ્ગુની પાઠકના ભજનોનો કાર્યક્રમ, 11મીએ સાઈરામ દવેનો લોક ડાયરો અને 12મીની સાંજે છે ગાયિકા ઐશ્વર્યા મજુમદાર ના ગરબાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત યુવાઓને માર્ગદર્શન મળી રહે તે માટે થીંક ટેંક ઈન્ડિયા કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. જેમાં એન્જલ ઇન્વેસ્ટર સંજય મહેતા, બિઝનેસ કી પાઠશાલાના ફાઉન્ડર જગદીશ જોષી, કોટક મહિન્દ્રા એ.એમ.સી ના એમ. ડી. નિલેશ શાહ, એન્ટરપ્રેન્યોર કોચ સંતોષ નાયર અને માસ્ટર ક્લાસના ડિરેક્ટર અમરિષ છેડા યુવાઓ અને ઉપસ્થિત જનમેદની ને સંબોધશે.

રોજગારની ઉપલબ્ધતા માટે અહીં જોબ ફેર નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આદિત્ય બિરલા ગ્રુપ સહિત અનેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ અને રિયલ એસ્ટેટ કંપની તેમજ કોર્પોરેટ કંપનીઓ યુવાઓને જોબ ઓફર આપશે.

આ કાર્યક્રમનું ટાઈટલ સ્પોન્સર મુંબઈની નામચીન રીયલ એસ્ટેટ કંપની ડિમ્પલ ગ્રુપ છે. તેમજ ડેવલપર શેલ્ટન ગ્રુપની ભાગીદારી સાથે આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ ઉપરાંત શ્રીજી શરણ, નિલયોગ, રોનક ગ્રુપ, જાંગીડ ગ્રુપ અને પીસીપીએલ ડેવલપર પણ કાર્યક્રમના પ્રાયોજક છે. આ ઉપરાંત એસઆરકે વૃંદાવન સહીત 20 થી વધુ કંપનીઓ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમની સાથે જોડાઈ છે.

આ કાર્યક્રમમાં પ્રવેશ નીશુલ્ક છે. હાલમાં જ આ કાર્યક્રમનું ભૂમિપૂજન ઉત્તર મુંબઈના લોકલાડીલા સાંસદ ગોપાલ શેટ્ટીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કપોળ બોર્ડિંગ સ્ટુડન્ટ્સ એન્ડ ક્લબસ અને કપોળ મહાકુંભના પદાધિકારીઓ, સમસ્ત આયોજન કમિટી અને સબ કમિટીના સભ્યો તેમજ કપોળ સમાજના અગ્રણીઓ અને પ્રેસિડેન્ટ કિર્તીભાઇ મહેતા( SRK) તેમજ ફાઉન્ડર રાજુ ભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

કંગાળ પાકિસ્તાનને વધુ એક ઝટકો! IMFને બજેટીય ઇન્વેસ્ટમેન્ટમાં અંદાજે 2,000 અબજનું મળ્યું ઉલ્લંઘન

Admin

હિમવર્ષાનો આનંદ માણવા માંગો છો? તમે જાન્યુઆરીમાં આ સ્થળોએ બરફવર્ષાનો આનંદ માણી શકો છો

Admin

સપનાઓને વાસ્તવિક બનાવે છે યુવા અનસ્ટોપેબલ

Admin

Leave a Comment

error: Content is protected !!