અદાણી સ્પોર્ટ્સલાઇનની માલિકી ધરાવતી ગુજરાત જાયન્ટ્સ, જેમણે સુપ્રસિદ્ધ ભારતીય ક્રિકેટર મિતાલી રાજને તેમના માર્ગદર્શક અને સલાહકાર તરીકે જોડ્યા છે, તેમણે વુમન્સ પ્રીમિયર લીગની શરૂઆતની સિઝન પહેલા કોચિંગ સ્ટાફ માટે તેમની નક્કી કરી દીધી છે. અનુકરણીય ક્રિકેટર મિતાલીની સાથે, જાયન્ટ્સે ક્રિકેટની દુનિયાના કેટલાક અગ્રણી નામોને જોડ્યા છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર રશેલ હેન્સ ટીમના મુખ્ય કોચ હશે, ટીમના બોલિંગ કોચ ભૂતપૂર્વ ભારતીય સ્પિનર નૂશીન અલ ખાદીર છે, ઓલરાઉન્ડર તુષાર અરોથે તેમના બેટિંગ કોચ તરીકે અને ગેવન ટ્વિનિંગ ટીમના ફિલ્ડિંગ કોચ રહશે.
ભારતીય મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની અને ગુજરાત જાયન્ટ્સ માટે મેન્ટર, મિતાલી રાજ કહે છે, “રશેલ હેન્સ, નૂશીન અલ ખાદીર, તુષાર અરોથે અને ગેવન ટ્વીનિંગની પસંદગી ચોક્કસપણે ટીમના પ્રદર્શનને ઉચ્ચ સ્તરે લઈ જશે.” મિતાલીએ વધુમાં જણાવ્યુ કે “તેમણે તેમની ભૂમિકાઓમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે એટલું જ નહીં, પરંતુ તેમની મક્કમતા ટીમ માટે પ્રેરણારૂપ બનશે. તેમની સંકયુક્ત મજ્બુતી અદાણી સ્પોર્ટ્સલાઇનના ગુજરાત જાયન્ટ્સને વુમન્સ પ્રીમિયર લીગની શરૂઆતની આવૃત્તિમાં ગ્રાઉન્ડ પર તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા સક્ષમ બનાવશે, જે ઘણી મહત્વાકાંક્ષી મહિલા રમતવીરોને પ્રેરણા આપશે.”
એક દાયકાથી વધુ સમય સુધી સર્વોચ્ચ સ્તરે રમી ચૂકેલી રશેલ ઓસ્ટ્રેલિયન ટીમ સાથે છ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી ચૂકી છે અને 2017-2022 સુધી ટીમની વાઇસ-કેપ્ટન હતી. ડાબોડી બેટર, જે ખૂબ જ સફળ રાષ્ટ્રીય સેટઅપનો અભિન્ન ભાગ હતો, તે 84 T20I નો અનુભવી ખેલાડી છે અને તેણે 2018 અને 2020 T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમની ચેમ્પિયનશિપ વિજેતા ઝુંબેશમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. રશેલ, જે ન્યૂઝીલેન્ડમાં 2022 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ટીમનો હિસ્સો રહી ચૂકી છે. રશેલ હેન્સ એ જણાવ્યુ કે “વિમેન્સ પ્રીમિયર લીગ એ ક્રિકેટ લેન્ડસ્કેપમાં એક આકર્ષક ઉમેરો છે. અદાણી સ્પોર્ટલાઇનની માલિકીની ગુજરાત જાયન્ટ્સ સાથે ઉદઘાટન સીઝનમાં સામેલ થવાની અને તેજસ્વી મિતાલી રાજ સાથે કામ કરવાની તક માટે હું ખરેખર આતુર છું. અમે નૂશીન અલ ખાદીર, તુષાર અરોથે અને ગેવન ટ્વીનિંગ સાથે એક અદભુત કોચિંગ ટીમ બનાવી છે, જેઓ તેમના સમૃદ્ધ અનુભવને બોર્ડમાં લાવશે જે ટીમને એક આકર્ષક બ્રાન્ડ ક્રિકેટ રમવામાં મદદ કરશે જે અમારા ચાહકોને પસંદ પડશે.
નૂશીન, જેણે ભારત માટે ડેબ્યુ કર્યું હતું જ્યારે મિતાલી પહેલેથી જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો અભિન્ન ભાગ હતી, હાલમાં તે ભારતની U-19 મહિલા ટીમની કોચ છે જેણે તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં ICC T20 વર્લ્ડ કપના ઉદઘાટનમાં વિજય મેળવ્યો હતો. ODIમાં 100 વિકેટ ઝડપનાર ભૂતપૂર્વ ભારતીય ઓફ-બ્રેક બોલર, ગયા વર્ષે સુપરનોવાસ ટીમના મુખ્ય કોચ હતા, જેમણે 2022 મહિલા T20 ચેલેન્જ જીતી હતી. દરમિયાન, તુષાર અરોથે ભારતીય ક્રિકેટ વર્તુળોમાં જાણીતા છે અને ભારતીય મહિલા ટીમના કોચ રહી ચૂક્યા છે. અરોથેના સુકાન સાથે, ભારતીય મહિલા ટીમ 2017માં ICC મહિલા વિશ્વ કપની ફાઇનલમાં પહોંચી હતી. ઘરેલું ક્રિકેટ શૈલીમાં કોચિંગનો નોંધપાત્ર અનુભવ ધરાવતા અરોથેએ મહિલા ટીમને 2018ની મહિલા ટ્વેન્ટી20ની એશિયા કપ ની મલેશિયામાં યોજાયેલ ફાઇનલમાં પણ માર્ગદર્શિત કરી હતી. અદાણી સ્પોર્ટ્સલાઇનના હેડ સત્યમ ત્રિવેદી એ જણાવ્યુ કે, “વિમેન્સ પ્રીમિયર લીગ ગેમ ચેન્જર હશે અને અમે ગુજરાત જાયન્ટ્સ માટે કોચની અસાધારણ ટીમ મેળવીને રોમાંચિત છીએ.” સત્યમ ત્રિવેદીએ વધુમાં ઉમેર્યું કે, “મિતાલી રાજ, રશેલ હેન્સ અને નૂશીનની એથ્લેટ તરીકેની અદભુત સફર જેવા ટ્રેલબ્લેઝર્સ ટીમના દરેક સભ્ય માટે નિશ્ચિતપણે ઊંચો માર્ગ સ્થાપિત કરશે. અને અમે ટીમની જબરદસ્ત સફળતા ઇચ્છીએ છીએ.