Apna Mijaj News
મનોરંજન

કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નઃ જેસલમેરમાં જબરદસ્ત તૈયારીઓ થઈ શરુ

હવે બોલિવૂડનું એક વધુ કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. એવી ચર્ચા છે કે, કિયારા અડવાણી તથા સિદ્ધાર્થ મલ્હોત્રાનાં રાજસ્થાનના જેસલમેરમાં યોજાનારાં ડેસ્ટીનેશન વેડિંગમાં મહેમાનો માટે હોટલો તથા ટેક્સીઓ બૂક થઈ ગયાં છે. આગામી એક બે દિવસમાં એમના લગ્નની વિધિઓ શરૂ થઈ જશે. કિયારા તેના લગ્નના ડ્રેસની ટ્રાયલ માટે મનિષ મલ્હોત્રાને ત્યાં પણ પહોંચી હતી. લગ્નની વિધીઓ ૫ થી ૮ ફેબ્રુઆરી સુધી ચાલશે.

જાકે આ યુગલ તેમજ તેમના પરિવાર તરફથી આ અંગે જાહેર કરવામાં આવ્યું નથી. કિયારા પોતાના લગ્નમાં મનીષ મલ્હોત્રાનો ડિઝાઇન કરેલો પરિધાન પહેરવાની છે. તેની ટ્રાયલ માટે તે મનિષ મલ્હોત્રાને ત્યાં આવતી જતી દેખાઈ રહી છે. હાલમાં જ આથિયા શેટ્ટી અને કે એલ રાહુલના લગ્ન યોજાયા હતા. જેમાં ઘણી સેલિબ્રીટી પહોંચી હતી. આથિયા સુનિલ શેટ્ટીની દિકરી છે. જેમાં સુનિલ શેટ્ટીએ ધૂમ ખર્ચ કર્યો હતો. કિયારા અને સિદ્ધાર્થના લગ્નમાં ૧૦૦-૧૨૫ મહેમાનો સામેલ થવાના છે. આ યાદીમાં ઘણી સેલિબ્રિટીઓના નામ પણ સામેલ છે. તેમણે લગ્ન માટે જેસલમેરનો પોપ્યુલર પેલેસ સૂર્યગઢને વેન્યુ તરીકે પસંદ કર્યો છે. આ હાઇપ્રોફાઇલ લગ્નમાં કરણ જાહરથી લઇને ઇશા અંબાણી જેવા મહેમાનો સામેલ થવાના છે. તેમના રહેવા માટે ૮૪ લકઝરી રૂમો બુકક કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ૭૦ ગાડીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં મર્સિડિઝ, જગુઆરથી લઇને બીએમડબલ્યૂ જેવી સામેલ છે. તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ હાલમાં સોશિયલ મીડિયા પર શેયર કર્યું હતું કે તે ટૂંક સમયમાં કંઈક મોટી જાહેરાત કરવા જઈ રહ્યો છે. જે બાદ ફેન્સ તેમના લગ્નના સમાચારને કન્ફર્મ માની રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ૬ ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી રાજસ્થાનના જેસલમેરમાં પરંપરાગત પંજાબી લગ્ન કરશે. લગ્ન ખૂબ જ પ્રાઈવેટ હશે જેમાં પરિવારના સભ્યો, સંબંધીઓ અને ખાસ મિત્રો જ સામેલ થશે. રિપોર્ટ મુજબ લગ્નમાં કેટલીક બિઝનેસ ફેમિલી અને ડાયરેક્ટર કરણ જાહર, મનીષ મલ્હોત્રા, પ્રોડ્યુસર અÂશ્વની યાર્ડી સહિત કેટલાક સ્ટાર્સ લગ્નમાં સામેલ થશે.

Related posts

Sanjay Dutt Life: સંજય દત્તે પોતે ખુલાસો કર્યો આ રહસ્યનો, જ્યારે તેને આ વાતની જાણ થઈ ત્યારે તે મરવા માંગતો હતો

Admin

બોલિવૂડઃ બોલિવૂડમાં આ સ્ટાર્સે કમાવ્યો એક્ટિંગનો સિક્કો, પરંતુ સોશિયલ મીડિયાથી દૂર છે, જાણો શું છે કારણ

Admin

અમદાવાદ -કાઈટ ફેસ્ટિવલ, G-20ની થીમ પર પેવેલિયન બનશે, સાબરમતી બોટમાં બેસી પતંગ ઉડાવી શકાશે

Admin

Leave a Comment

error: Content is protected !!