Apna Mijaj News
અપરાધ

પોરબંદરમાં બુટલેગરે ત્રણ લોકો ઉપર હુમલો કરતા 1500થી વધુ લોકોનું ટોળું એકત્રિત થયું

સુભાષનગરમાં રોષે ભરાયેલ ટોળાને વિખેરવા ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ખડકી દેવાયો : ખારવા સમાજના અગ્રણીઓ સ્થળ પર આવી પહોંચતા મામલો થાળે પડ્યો

પોરબંદરમાં બુટલેગરે ત્રણ લોકો ઉપર હુમલો કરતા ૧૫૦૦થી વધુ લોકોનું ટોળું એકત્રિત થયું હતું. સુભાષનગરમાં રોષે ભરાયેલ ટોળાને વિખેરવા ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. અંતે ખારવા સમાજના અગ્રણીઓ સ્થળ પર આવી પહોંચતા મામલો થાળે પડ્યો હતો.
પોરબંદર શહેરમાં ચોપાટી ખાતે સુભાષનગરમાં રહેતા પવન ચામડિયા નામના બુટલેગરે ત્રણ યુવાનો ઉપર હુમલો કર્યો હતો, આ બુટલેગર બેફામ બન્યો હોય અવારનવાર સુભાષનગરમાં નિર્દોષ લોકોને પરેશાન કરતો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પવન ચામડીયા નામના બુટલેગરે ત્રણ નિર્દોષ લોકો ઉપર હુમલો કર્યો હોવાના બનાવને લઈ રોષે ભરાયેલ લોકો સુભાષનગરમાં એકઠા થયા હતા. ૧૫૦૦થી વધુ લોકોનું ટોળું એકત્રિત થયું હતું, સુભાષનગરમાં ટોળું એકત્રિત થયું હોવા અંગેની પોલીસને જાણ થતા ડિવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. આ અંગે ખારવા સમાજના અગ્રણીઓને જાણ થઈ હતી, જેથી સમાજના અગ્રણીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા, અને સુભાષનગરમાં એકઠા થયેલ ટોળાને વિખેરવા પ્રયાસ થયો હતો, અંતે ખારવા સમાજના અગ્રણીઓ સ્થળ પર આવી પહોંચતા સમજાવટથી સમગ્ર મામલો થાળે પડ્યો હતો. રોષે ભરાયેલ લોકોનું કહેવું છે કે આ બુટલેગર અવારનવાર મહિલાઓની છેડતી કરે છે, અને બેફામ રીતે દારૂનું વેચાણ કરી રહ્યો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી લોકો દ્વારા આ બુટલેગર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

બોક્સ
બુટલેગર પોલીસના આશીર્વાદથી દારૂ વહેચતો હોવાથી લોકોમાં ભારે રોષ
પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં બેફામ બનેલ પવન ચામડીયા નામના બુટલેગરે ત્રણ નિર્દોષ યુવાનો ઉપર હુમલો કર્યો છે, ત્યારે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો, અને લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે પોલીસના આશીર્વાદથી આ પવન ચામડિયા નામનો બુટલેગર બેફામ રીતે દારૂ વેચી રહ્યો છે. પોલીસ હપ્તા ઉઘરાવતી હોવાથી આવા બુટલેગરો બેફામ બન્યા છે.
બોક્ષ

પોલીસ હપ્તા ઉઘરાવતી હોવાથી બુટલેગરો બેફામ બનતા નિર્દોષ લોકોને વેઠવી પડે યાતના

પોલીસની હપ્તાખોરીના કારણે બુટલેગરો બેફામ બની રહ્યા છે. સુભાષનગર વિસ્તારમાં રોષે ભરાયેલા લોકોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ હપ્તા ઉઘરાવતી હોવાના કારણે આ બુટલેગરોમાં કોઈ પ્રકારનો ભય રહ્યો નથી. અને પોલીસની હપ્તાખોરી નીતિના કારણે મહિલાઓ સહિતના લોકોને અનેક પ્રકારની યાતના વેઠવી પડી રહી છે. અંતે પોલીસની હપ્તાખોરીનો ભોગ સામાન્ય પ્રજાજનો બની રહ્યા છે.
બોક્ષ
સુભાષનગરમાં હપ્તાખોર પોલીસથી બેફામ બુટલેગરો બનતા લોકો રસ્તા ઉપર ઉતરી પડ્યા

સુભાષનગર વિસ્તારમાં બેફામ રીતે દારૂનું વેચાણ કરતા બુટલેગરોને પોલીસનું રક્ષણ મળે છે, જેના કારણે આ બુટલેગરોને કોઈ પ્રકારનો ભય રહેતો નથી. અને દારૂના વેચાણની સાથો સાથ નજીવી બાબતોમાં આ બુટલેગરો જીવલેણ હુમલા કરવા ઉપર ઉતરી આવે છે. જેથી સુભાષનગર વિસ્તારમાં પોલીસની આ હપ્તાખોર નીતિના કારણે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. અને મહિલાઓ સહિત અનેક લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.
બોક્ષ
પોરબંદર જિલ્લામાં કડક પોલીસ અધિકારીની નિયુક્તિ કરાઈ તો હપ્તાખોરી ડામી શકાય
પોરબંદરમાં બુટલેગરો બેફામ બની સામાન્ય પ્રજાજનો ઉપર નજરી બાબતે જીવલેણ હુમલા કરવા ઉપર ઉતરી આવ્યા છે. બુટલેગરો બેફામ રીતે દારૂનું વેચાણ કરતા હોવા છતાં માત્ર હપ્તાખોરી માટે પોલીસ કોઈ પ્રકારની કાર્યવાહી બુટલેગરો વિરુદ્ધ કરતી નથી. જેથી પોરબંદરમાં કડક પોલીસ અધિકારીની નિયુક્તિ કરવામાં આવે તો આ હપ્તાખોરીને ડામી શકાય અને બુટલેગરો ઉપર પણ અંકુશ આવી શકે અને મહિલા સહિતના લોકોને રસ્તા ઉપર ઉતરી આવવાની નોબતમાંથી છુટકારો મળશે.

Related posts

‘રેન્ચો’એ મહેસાણા પોલીસની ઉંઘ હરામ કરી: કડી પાસે ટ્રકચાલકને ચપ્પાના ઘા ઝીંકી 25,000ની સનસનીખેજ લૂંટ

ApnaMijaj

બોટાદ દુષ્કર્મ મામલે સમગ્ર રાજ્યમાં દેવીપુજક સમાજમાં વ્યાપેલો રોષ .

Admin

વિસાવદર ના કાલસારી ગામે યુવાન પર લાકડી વડે હુમલોક કરવામાં આવ્યું

Admin

Leave a Comment

error: Content is protected !!