એકાઉન્ટમાંથી રકમ કપાવાના કિસ્સામાં, તમારે પહેલા તમારી બેંકને જાણ કરવી જોઈએ, જેના તમે ગ્રાહક છો. તમે બેંકના કસ્ટમર કેર નંબર પર કોલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકો છો. કારણ કે, ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર, તમારા રૂપિયા એટીએમમાં જ ફસાઈ જાય છે, પરંતુ બેંકમાં ફરિયાદ કરવા પર, તમને તમારા રૂપિયા 15 દિવસમાં રિફંડ મળી જાય છે. આમ કર્યા પછી પણ જો તમારા એકાઉન્ટમાં પૈસા પાછા ન આવે તો વળતરની પણ જોગવાઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો મુજબ બેંક પાસે ફરિયાદના ઉકેલ માટે 5 કામકાજના દિવસનો સમય હોય છે. જો બેંક આમ કરવામાં નિષ્ફળ જાય તો રોજના 100 રૂપિયાના વળતરની જોગવાઈ પણ છે.
તેના માટે, તમે https://cms.rbi.org.in પર ફરિયાદ નોંધાવી શકો છો. આપને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક (RBI) નો આ નિયમ કાર્ડ ટુ કાર્ડ ફંડ ટ્રાન્સફર, PoS ટ્રાન્ઝેક્શન્સ, IMPS ટ્રાન્ઝેક્શન્સ, UPI ટ્રાન્ઝેક્શન્સ, કાર્ડલેસ ઈ-કોમર્સ અને મોબાઈલ એપ ટ્રાન્ઝેક્શન્સ (Mobile App) સહિત તમામ અધિકૃત પેમેન્ટ સિસ્ટમ્સ (Authorized Payment System) પર લાગુ થાય છે.
ઉલ્લેખનીય છે કે ઘણી વખત નેટવર્ક એરરના કારણે આવુ થતું હોય છે. જો આમ થાય તો ઉપર જણાવેલા પગલા ભરવા.