દાળની જેમ ચોખામાં પણ ઘણાં પોષક તત્વો જોવા મળે છે. તેમાં સોડિયમ, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ મળી આવે છે. ચોખાના સેવનથી શરીરને એનર્જી મળે છે. ચોખામાં હાનિકારક ચરબી કે કોલેસ્ટ્રોલ અને સોડિયમ નથી. ચોખા એ સંતુલિત આહાર છે. વજન ઘટાડવા માટે તમે બ્રાઉન રાઇસ પણ ખાઈ શકો છો
વજન ઘટાડવા માટે દાળ અને ચોખાનું સેવન કરવું
વજન ઘટાડવાનો પ્રયાસ કરનારા લોકો આહાર પર વિશેષ ધ્યાન આપે છે. ઘણા લોકો માને છે કે ભાત ખાવાથી વજન વધે છે. પરંતુ યોગ્ય રીતે અને સમયસર દાળ અને ચોખાનું સેવન કરવાથી વજન ઘટાડી શકાય છે. દાળ ચોખા કોમ્બો ખૂબ જ આરોગ્યપ્રદ છે.
એક્સપર્ટના મતે જો રાત્રિભોજનમાં એક મહિના સુધી સામાન્ય માત્રામાં દાળ અને ચોખાનું સેવન કરવામાં આવે તો તમને તેની અસર દેખાવા લાગશે.
દાળ અને ચોખા ખાતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે દાળ વધુ માત્રામાં ખાવાની છે અને ભાત ઓછી માત્રામાં ખાવા જોઈએ.
દાળ-ભાતના કોમ્બોમાં ઘી ઉમેરવાથી તે સંતુલિત આહાર બને છે. ઘીમાં વિટામિન A, D, E અને K હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે..