સુરત: શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભેસ્તાન આવાસમાં ૮ જાન્યુઆરીના રોજ એક યુંઅકની હત્યા થઈ હતી. ત્યારે હવે આ હત્યાનો ભેદ ઉકેલાયો છે. ડીંડોલી પોલીસે હત્યાના આરોપી સહિત બેની ધરપકડ કરી લીધી છે. પોલીસે હત્યાના મુખ્ય આરોપી અને અન્ય એક વ્યક્તિને દેસી તમંચા સાથે પકડી પાડ્યા છે. જો કે પોલીસ હજુ હત્યામાં સંડોવાયેલા બીજા આરોપીઓની શોધખોળ કરી રહી છે.
જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સમાધાનના બહાને બોલાવીને ફિરોઝ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસ હત્યાના આરોપીઓને શોધી રહી હતી. શહેરના ભેસ્તાન આવાસમાં 8 જાન્યુઆરી 2023ના રોજ ફિરોઝ અન્સારીની હત્યા થઈ હતી, પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. આ દરમિયાન પોલીસેને બાતમી મળતા તેમણે 5 આરોપીઓને પકડી પાડ્યા હતા.
હત્યાનો આરોપી પોલીસથી બચવા નાસતો ફરતો હતો, ત્યારે પોલીસે પોતાની શોધખોળ દરમિયાન હત્યાના મુખ્ય આરોપી ઇમરાનને પકડી પડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરીને તેની પૂછપરછ કરતા તેને કબૂલ્યું હતું કે ભેસ્તાન આવાસમાં આ હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. શરીફ ઉર્ફે ચાઈનીઝ નામના વ્યક્તિએ કાવતરું ઘડ્યું હતું. પોલીસે શરીફના ઘરે જઈને તેની ધરપકડ કરી લીધી અને તેની પાસેથી દેસી તમંચો પણ કબજે કરી લીધો હતો.
માહિતી અનુસાર, આ હત્યામાં 10-12 વ્યક્તિઓ સામેલ હત્યા, જેમાંથી પોલીસે અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓને પડકી પાડ્યા છે.