ભગવાનના બનાવેલા હવે ભગવાનને બનાવે છે
કનેસરાના મહાદેવ મંદિરમાંથી ચોરો ચાંદીનું થાળું ઉઠાવી ગયા પોલીસને પડકાર,મંદિરના તાળાં તૂટતાં ભાવિકોમાં રોષ
આટકોટ પાસે વીરનગર નજીકના કનેસરા ગામમાં આવેલા મહાદેવ મંદિરના તાળાં ગઇ રાતે તૂટ્યાં હતા અને તસ્કરો દાતાઓએ હોંશભેર બનાવી આપેલું ચાંદીનું આખું થાળું જ ઉઠાવીને નાસી ગયા હતા. ભગવાનના બનાવેલા હવે ભગવાનને જ બનાવી રહ્યા હોવાનો ઘાટ ઘડાયો છે જેના લીધે ભાવિકોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી ફેલાઇ છે.વીરનગરમાં પાસે આવેલાં કનેસરામાં આવેલ સુપ્રસિદ્ધ નનનાથ મહાદેવ મંદિરે તસ્કરો મંદિર તાળાં તોડી મહાદેવનું બિરાજમાન ચાંદીનું થાળું જ આખું ઉખાડીને લઈ ગયા ત્યારે હવે તસ્કરો પણ ભગવાનને નથી છોડતા ભક્તજનોમાં રોષની લાગણી ફરી વળી છે. ભગવાનના મંદિરમાં પણ હવે તસ્કરો ચોરી કરવા લાગ્યા છે.અહીં આ વર્ષો જૂનું પુરાણું મંદિર આવેલું છે, અહીં દાદાને ચાંદીના થાળાનું દાન દાતાઓ દ્વારા આપવામાં આવ્યું હતું, ત્યારે આ બાબત તસ્કરોને ધ્યાનમાં આવી જતાં ગઈ રાત્રે જ મંદિરમાં તાળા તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો અને ચાંદીનું થાળું ઉઠાવી ગયા હતા.