![Voice Reader](https://apnamijajnews.com/wp-content/plugins/magic-post-voice/assets/img/play.png)
![Stop Voice Reader](https://apnamijajnews.com/wp-content/plugins/magic-post-voice/assets/img/stop.png)
![Pause](https://apnamijajnews.com/wp-content/plugins/magic-post-voice/assets/img/pause.png)
![Resume](https://apnamijajnews.com/wp-content/plugins/magic-post-voice/assets/img/play.png)
વડોદરામાં સીએમ ભૂપેન્દ્ર પટેલના વડોદરાના કાર્યક્રમમાં સુરક્ષાને લઈને મોટી ચૂક થઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વખતે ડ્રોન ઉડતા જ પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસમાં પણ દોડધામ મચી જવા પામી હતી. મંજૂરી વિના ડ્રોન ઉડાડવામાં આવતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે ડ્રોન કેમેરો પણ જપ્ત કરી હતી. ખાસ કરીને સીએમનો કાર્યક્રમ જ્યારે પણ જ્યાં થતો હોય છે ત્યાં કેટલાક પ્રોટોકોલને અનુસરવું જરુરી છે. જે માટે કેટલાક જાહેરનામામાં પણ ડ્રોન વગેેરે પર પણ રોક લગાવવામાં આવતી હોય છે.
વડોદરામાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો 50માં બાળમેળાનો શુભારંભ સીએમના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ કમાટીબાગ ખાતે આયોજિત કરાયો હતો જેમાં બાળમેળાના કાર્યક્રમ સમયે પોલીસ મંજૂરી વિના ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. જો કે, પ્રોટોકોલ પ્રમાણે સુરક્ષાને ધ્યાનમાં રાખી આ મોટી ચૂક થઈ હતી. આ પ્રકારની સુરક્ષાને લઈને ખામી પણ સર્જાઈ હતી. આ ઘટના બાદ પોલીસની સુરક્ષાની કામગિરીને લઈને પણ અનેક સવાલો થયા હતા.
વડોદરામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 50માં બાળમેળાનો શુભારંભ કરાવ્યો હતો. જ્યાં મુખ્યમંત્રીના કાર્યક્રમની પાસે જ ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું.