Apna Mijaj News
રાજકીય

ગુજરાત કોંગ્રેસના વધુ 6 નેતા સસ્પેન્ડ, ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિઓ સામે કોંગ્રેસે વારો પાડી દીધો

ગુજરાત ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ કોંગ્રેસે પ્રગતિ આહીર સહીત તેના વધુ છ સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં પાર્ટીના સારા એવા હોદ્દા પર રહેનાર નેતાઓ સસ્પેન્ડ થયા છે. જેમાં મહિલા પદાધિકારીને પણ સસ્પેન્ડ કરાયાની ચર્ચા છે.

ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 સભ્યોની વિધાનસભામાં રેકોર્ડ 156 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી. ત્યારે કોંગ્રેસમાં જ રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ પણ કોંગ્રેસની શિસ્ત સમિતી દ્વારા કાર્યવાહી મોટાનેતાઓ સમક્ષ કરવામાં આવી હતી ત્યારે વધુ છ સભ્યોને બોલાવવામાં આવ્યા બાદ તેમને સાંભળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ વધુ છ સભ્યોને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસના સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં પાર્ટીના જૂનાગઢ યુનિટના પ્રમુખ અને એક મહિલા પદાધિકારીનો સમાવેશ થાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસ સેવાદળના મહિલા મુખ્ય સંગઠક પ્રગતિ આહિર અને જૂનાગઢ શહેર એકમના પ્રમુખ અમિત ઠુમ્મરને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા લોકોમાં સામેલ છે. આ મામલે કોંગ્રેસ હાઈકમાન્ડે એક કમિટી રચી હતી અને તેના દ્વારા શિસ્ત સમિતીએ રીપોર્ટના આધારે કાર્યવાહી કરી છે.

ગયા અઠવાડિયે, કોંગ્રેસના ગુજરાત એકમની શિસ્ત સમિતિ દ્વારા મળેલી ફરિયાદોને પગલે પાર્ટીના 38 સભ્યોને સમાન આધાર પર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. શિસ્તભંગના પગલાંનો સામનો કરી રહેલા અન્ય લોકોમાં કોંગ્રેસના સભ્યોનો પણ સમાવેશ થાય છે. સમિતિના કન્વીનરે અગાઉ પત્રકારોને જણાવ્યું હતું કે તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે કોંગ્રેસના 95 સભ્યો સામે 71 ફરિયાદો મળી છે.

Related posts

બિહારની રાજનીતિમાં વધી ગરમી: શું નીતીશની પાર્ટીના નેતાના જોડાશે ભાજપમાં? કે બનાવશે નવી પાર્ટી?

Admin

વિવાદો રહેશે… ચર્ચા પણ તો થવી જોઈએ… વિપક્ષને બજેટ પર હસતાં-હસતાં ઘણું કહી દીધું મોદીએ

Admin

ગુજરાતમાં 2024 લોકસભા માટે સીએમ અને સીઆરની અધ્યક્ષતામાં ભાજપ કારોબારીની બેઠક મળશે

Admin

Leave a Comment

error: Content is protected !!