હિંમતનગર તાલુકાના આકોદરામાં ગ્રામજનોએ બે ચોરોને પકડી લીધા
હિંમતનગરના આકોદરા ગામમાં નાની મોટી ચોરીઓનો ઉપદ્રવ વધી ગયા બાદ સીસીટીવી કેમેરામાં કેદ થયેલ ચિત્તાના ફોટા વાળા પીકઅપ ડાલાની ઓળખ થયા બાદ સોમવારે બપોરે ગ્રામજનોએ પીકઅપ ડાલુ પકડી લઈ બે શખ્સોને ગ્રામપંચાયતમાં પૂરી દીધા હતા.
ભારતના સર્વપ્રથમ ડિઝિટલ ગામના લોકોએ છેલ્લા એક મહિનાથી આકોદરામાં ચોરી ઉપદ્રવ વધી ગયા બાદ સોમવારે બપોરે બે તસ્કરોને પીકપ ડાલા સાથે પકડી લઈ પંચાયતમાં પૂરી દીધા હતા.એક અઠવાડીયા પહેલા 1400 કિલો કપાસની ચોરી થઈ હતી અને તે સમયે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં પીકઅપ ડાલાના દરવાજા પર ચિત્તાનું સ્ટીકર અને એક લખાણ જોવા મળ્યું હતું.ગ્રામજનોએ પોતાની રીતે તપાસ હાથ ધરી હતી અને બપોરે આ પીકઅપ ડાલું જોવા મળતા પકડી લીધું હતું અને બન્ને જણાએ તસ્કરીની કબૂલાત પણ કરી લીધી હતી. એ ડિવિઝન પોલીસ તસ્કરોને લેવા આવી પહોંચતા ગ્રામજનોએ પોલીસનો ઘેરાવ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે બન્ને તસ્કરોની અટકાયત કરી પીકઅપ ડાલુ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.સોમવારે બપોરે બે તસ્કરોને પીકપ ડાલા સાથે પકડી લઈ પંચાયતમાં પૂરી દીધા હતા.એક અઠવાડીયા પહેલા 1400 કિલો કપાસની ચોરી થઈ હતી અને તે સમયે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં પીકઅપ ડાલાના દરવાજા પર ચિત્તાનું સ્ટીકર અને એક લખાણ જોવા મળ્યું હતું.ગ્રામજનોએ પોતાની રીતે તપાસ હાથ ધરી હતી અને બપોરે આ પીકઅપ ડાલું જોવા મળતા પકડી લીધું હતું અને બન્ને જણાએ તસ્કરીની કબૂલાત પણ કરી લીધી હતી. એ ડિવિઝન પોલીસ તસ્કરોને લેવા આવી પહોંચતા ગ્રામજનોએ પોલીસનો ઘેરાવ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે બન્ને તસ્કરોની અટકાયત કરી પીકઅપ ડાલુ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.