સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર ચાલુ ટ્રકના તાળા તોડી રૂપીયા એક કરોડ ઉપરના માલસામાનની ચોરી કરી ફરાર થયેલ ગેંગને LCB પોલીસે મધ્યપ્રદેશની કંજર ગેંગના સાગરીને ઝડપી રૂપીયા 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લાની મોટી ચોરીની ભેદ ઉકેલી નાખ્યો છે.
…અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર લીંબડી નજીક અમદાવાદની એક કંપનીનો ટ્રક ગત તારીખ 06 જાન્યુઆરી 2023 એ પસાર થતો હતો અને આ બંધ બોડીની ટ્રકમાં મોબાઇલ, લેપટોપ, ટેબલો, હેડબેક, ટાટા સ્કાયનો સામાન, ઘડિયાળ, પાવરબેંક, સહિત કુલ 718 પાર્સલ ભરેલા હતા અને ટ્રક અમદાવાદ થી રાજકોટ તરફ જઇ રહેલ ત્યારે લુટારૂ ગેંગે લીંબડી નજીક ચાલુ ટ્રકમાં પાછળનો દરવાજો તોડી અને ચાલુ ટ્રક માંથી રૂપીયા 1.7 કરોડ…(એક કરોડ સાત લાખના) સામાનની ચોરી કરી હતી અને લુટારૂઓ પાછળ ચોરી કરતા હોઇ બીજા ટ્રક ચાલકે આગળ આવી ડ્રાઇવર ને જાણ કરેલ કે પાછળથી તમારી ટ્રકમાં ચોરી થાય છે જેથી ડ્રાઇવર એ ટ્રક રોકતા લુટારૂઓ નાશી છુટયા હતા જેથી ડ્રાઇવર એ લીંબડી પોલીસમાં રૂપીયા 1.7 કરોડના માલસામાન ની ચોરીની ફરીયાદ આપી હતી. સુરેન્દ્રનગર જીલ્લામાં મોટી ચોરીને અંજામ આપી ફરાર થયેલા આરોપીઓને શોધવા પોલીસ માટે પડકાર સામાન હતા ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હાઇવે પરના cctv ચેક કરતા એક જગ્યાએ આરોપીઓ ટ્રક માથી માલસામાન ઉતારતા દેખાયા હતા. જેથી સુરેન્દ્રનગર LCB SOG અને લીંબડી પોલીસ તપાસમાં લાગી હતી પોલીસને બાતમી મળી હતી કે આવી ચોરીઓ મધ્યપ્રદેશની ફુખ્યાત કંજર ગેંગ સંડોવાયેલી હોઇ શકે જેથી પોલીસે મધ્યપ્રદેશમાં ધામા નાખી તપાસ આદરતા ઈન્દોરમાં તપાસ કરતા આ ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી સંતોષ લોચનશીંગ ભોલીયા ઝડપાઇ ગયો હતો જેથી પોલીસે તેની સરભરા કરતા તેની સાથે ચોરી કરવામાં કંજર ગેંગના આરોપીઓ (1) મનીષ ઉર્ફે કાલુ (2) સંજુ ઉર્ફે સંજય હેંમત કંજર (3) બંટી ઉર્ફે અરવિંદ કૈલાશ ઝાંઝા (4) સંદિપ રાજુ ઝાંઝા (5) ઓમ પ્રકાશ કાલુરામ મહેશ્ર્વરી તમામ મધ્યપ્રદેશ એ મળી લુટને અંજામ છ આરોપીઓ એ આપ્યો છે તેમજ ચોરીનો માલ ઇન્દોરના (1) ઓમ પ્રકાશ ધનાલાલ (2) અન્સારખાન હયાતખાન પઠાણ (3) વકીલ એમદ નશીર એમદ (4) મોહંમદ સાજીદ મોહમદ રઇશ અનસારી (5) જાવેદઅલી મકસુદઅલી સૈયદ વેચેલ છે જેથી પોલીસે ચોરીનો માલ વેચાતો લેનાર આરોપીઓ અને ગેંગના મુખ્ય શુત્રધાર પાસેથી રૂપીયા 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આકરી પુછપરછ હાથ ધરી હતી. તેમજ ફરાર કંજર ગેંગના આરોપીઓ મનીષ ઉર્ફે કાલુ, સંજુ ઉર્ફે સંજય, બંટી ઉર્ફે અરવિંદ, સંદીપ રાજુ ઝાઝા, ઓમ પ્રકાશ કાલુરામ ને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ ચોરીના મુખ્ય આરોપી સંતોષ લોચનશીંગ ભોલીયાની આકરી પુછપરછ હાથ ધરી છે ને ચોરીનો માલ વેચનાર પાંચ આરોપીઓની પણ ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. આ કંજર ગેંગની ખાસ MO મુજબ મધ્યપ્રદેશ થી ટ્રક લઈ અને ચોરી કરવા આવતા અને મોટરસાયકલ ટ્રકમાં ચડાવી દેતા અને પહેલા જે ટ્રકમાં કિમતી સામાન હેરફેર થતો હોઇ તેની રેકી કરી અને ટ્રક પાછળ મોટરસાયકલ ચલાવી ચોરીને અંજામ આપતા અને ચોરી કરેલ મુદ્દામાલ અને મોટરસાયકલ ટ્રકમાં ભરી મધ્યપ્રદેશ નાશી જતા અને ત્યા મુદ્દામાલ સસ્તા ભાવે વેપારીઓને વેચી મારતા જેથી પોલીસ ના હાથે ઝડપાઇ નહિ . સુરેન્દ્રનગર જીલ્લાના ચાલુ ટ્રકમાંથી રૂપીયા એક કરોડ ઉપરની ચોરીનો મુખ્ય શુત્રધાર હાલ હાથમાં આવ્યો છે અને ગેંગના અન્ય સાગરીતો ફરાર છે અને મુદ્દામાલ લેનાર આરોપીઓ પણ પોલીસ પક્કડ માં આવી ગયા છે પરંતુ હવે એ જોવુ રહ્યુ કે બાકીનો મુદ્દામાલ રીકવર અને ફરાર પાંચ આરોપીઓને હવે પોલીસ કયારે ઝડપી શકે છે.