જુનાગઢ ધોરાજી હાઇવે નજીક ઝાલણસર ગામની જમીનમાં છેલ્લા ઘણા દિવસોથી hitachi અને ડમ્પરો વડે ખુલ્લેઆમ ખનીજ ચોરો ખનીજ ચોરી કરી રહ્યા હતા આ અંગેની બાતમી ઝાલણસરના સરપંચ ભાવેશભાઈ ભરવાડને મળતા સ્થાનિક લોકોને સાથે રાખી ગતરાત્રિના ખનીજ ચોરી થતી જગ્યા પર પહોંચતા ઘણી ચોરો નાસી છૂટ્યા હતા પરંતુ એક ખાડા ખોદવાનું hitachi મશીન અને એક ડમ્પર લઈ જવાનો વેત ન આવ્યો જેથી બંને વાહનો સ્થળ પર મૂકી ખનીજ ચોરો નાસી છુટતા સરપંચે જુનાગઢ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી બાદમાં ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી પરંતુ ખાણ ખનીજ વિભાગ રહી રહીને બપોર બાદ સ્થળ પર પહોંચ્યું હતું સરપંચના જણાવ્યા પ્રમાણે કેટલી જમીનમાંથી માટી ખોદીને ચોરી કરી લેવામાં આવી છે ગાંધીનગરની ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોડે માંગરોળ તાલુકાના શીલ ગામમાં પથ્થરોની ગેરકાયદેસર ધમધમતી ખાણો પર દરોડા પાડ્યા હતા જેમાં પાંચ ખાડા મળી આવ્યા હતા. આ ખાડાઓમાંથી બેલા કાઢી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે ગાંધીનગરની ટીમના બરોડામાં પથ્થર કાપવાની 21 ચકરડી એક હીટાચી મશીન ઝડપાયું છે આ કામગીરીમાં ગાંધીનગરની ટીમે જુનાગઢ ખાણ ખનીજ વિભાગને પણ સાથે રાખ્યું હતું પરંતુ ચકરડીઓ પકડાતા સવાલો ઊઠ્યા છે કે, બેલા કાઢવા માટેની ચકરડી લાવવા માટે પાવર ક્યાંથી આવતો હતો? ખાડાઓમાંથી પથ્થરો કોણ કાઢી ગયું છે? તે અંગે હજુ રહસ્ય અકબંધ છે