ટ્રાવેલિંગનો દોર તો વર્ષ દરમિયાન ચાલતો જ હોય છે પણ સૌથી વધુ લોકો વર્ષના એન્ડમાં અને સમર વેકેશનમાં ફરવાનું પસંદ કરે છે. ટ્રાવેલિંગ એવી લક્ઝરી છે જેને દરેક વ્યક્તિ માણવા માંગે છે. પછી તે પોકેટ ફ્રેન્ડલી હોય કે ના હોય. ઘણાં લોકો આખું વર્ષ ટ્રાવેલ કરવા માટે બચત કરતા હોય છે અને પછી પોતાની મનપસંદ જગ્યાએ સોલો અથવા ફેમિલી સાથે ફરવાનો પ્લાન ગોઠવે છે. તેમાં પણ જ્યારે લગ્ન બાદ જ્યારે હનિમુન પેકેજ પ્લાન કરવું હોય ત્યારે તેનું ટ્રાવેલિંગ પણ એક જુદા પ્રકારનું પ્લાનિંગ માંગે છે.
હનિમુન પેકેજ માટે મોટાભાગે શિમલા, મનાલી, કાશ્મીરનું ટ્રાવેલ વધારે પસંદ કરે છે જ્યારે ઈન્ટરનેશનલ ટૂર માટે મલેશિયા, સિંગાપોર, બાલી, થાઈલેન્ડ પણ કપલ્સ જવાનું પસંદ કરે છે. જ્યાં ફરવા જવા માટે ઘણી વખત કસ્ટમાઈઝ ટૂર પેકેજ પણ ઉપલબ્ધ રહેતા હોય છે. જ્યાં કપલ્સની પસંદગીની હોટલ, સેપરેટ કાર, ડેસ્ટિનેશન્સ અને ફૂડનું અરેન્જમેન્ટ કરી આપવામાં આવે છે. જેનાથી તેમનું હનિમુન લાઈફટાઈમ મેમોરેબલ બની જતું હોય છે. આ દરેક બાબતનું ધ્યાન રાખવા માટે ટ્રાવેલ પ્લાનર્સ ઉપલબ્ધ છે. જેઓ તમારા ટ્રાવેલ પ્લેસથી માંડીને રહેવા-જમવા-ફરવા સુધીની દરેક પ્રકારની વ્યવસ્થા તમારા બજેટમાં સમાવી લેવાનો પુરેપુરો પ્રયાસ કરે છે. વિન્ટર સિઝનમાં મોટા ભાગે લોકો શિમલા, મનાલી, કાશ્મીર જેવા ઠંડા પ્રદેશોની મુલાકાત લેવાનું પસંદ કરે છે કેમકે આ એવી જગ્યા છે જ્યાં વિન્ટર સિઝનમાં દૃશ્યો ખૂબ રમણિય બની જતા હોય છે. ઉત્તર ભારત મોટાભાગે હનિમુન ડેસ્ટિનેશન્સ માટે ખૂબ પ્રખ્યાત છે. જેથી દર વર્ષના અંતે ઉત્તર ભારતમાં હનિમુન કપલ્સની ટૂર ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે. જ્યારે વર્ષના બીજા સમયમાં સ્કૂલ-કોલેજ પિકનિક, ફેમિલી પિકનિક, સોલો રાઈડ માટે પણ ખૂબ બધા ઓપ્શન અવેલેબલ છે. સોલો રાઈડ માટે લેહ-લદ્દાખ અને ઉત્તરાખંડ હાલ મોસ્ટ પોપ્યુલર પ્લેસ બની ગયા છે. જ્યારે ફેમિલી ટ્રાવેલ માટે સાઉથ ઈન્ડિયા પણ વધારે પ્રચલિત બની રહ્યું છે.