Apna Mijaj News
રાજકીય

AAPએ 2024ની તૈયારીઓ ગુજરાતમાં શરૂ કરી, વિધાનસભામાં માહોલ બન્યો પરંતુ લોકસભા માટે દિલ્લી અભી દૂર હૈ

2024ની તૈયારીઓને લઈને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સંગઠન મજબૂત કરવાનું શરૂ કર્યું છે. રાજ્યના નેતૃત્વમાં બદલાવ બાદ પાર્ટીએ હવે ઝોન મુજબ નિયુક્ત કાર્યકારી પ્રમુખોને જિલ્લાઓની જવાબદારી સોંપી છે. જેથી 2023માં રાજ્યભરમાં મજબૂત સંગઠનની રચના કરી શકાય. જેથી કરીને પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં મજબૂતીથી ચૂંટણી લડી શકે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 5 સીટો જીત્યા વોટશેરમાં ધારાધોરણ મુજબ નેશનલ પાર્ટી બનાવામાં આમ આદમી પાર્ટીએ સફળતા મેળવી છે. જો કે, લોકસભામાં ભાજપને ગત વખતે 26માંથી 26 બેઠકો મળી હતી જેથી આપ પાર્ટી માટે લોકસભા વિધાનસભા કરતા વધુ મુશ્કેલ સાબિત થઈ શકે છે જો કે, અથાગ પ્રયત્ન અત્યારથી જ શરુ કરી દેવાયા છે.

ઇસુદાન ગઢવીએ આગામી છ મહિનામાં બનાવશે પ્લાનિંગ 
વિધાસભામાં માહોલ બનાવ્યા બાદ 2024 માટેનું પ્લાનિંગ શરૂ કરી દીધું છે. નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિમાયેલા ઇસુદાન ગઢવીએ ચાર્જ સંભાળ્યા બાદ પાર્ટીએ રાજ્યના તમામ જિલ્લાના પ્રભારીઓ નક્કી કરી દીધા છે.  પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આગામી છ મહિનામાં સમગ્ર રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. આ માટે પાર્ટી તમામ 33 જિલ્લાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં દરેક બૂથ પર સમિતિઓની રચના કરવા માંગે છે. આ ઉપરાંત, રાજ્યમાં સંગઠનને મજબૂત કરવા માટે પાર્ટીએ અગાઉ જાહેર કરેલા ઝોન મુજબના કાર્યકારી પ્રમુખોને જિલ્લાઓની વહેંચણી કરી છે.

વિધાનસભાની 182 બાદ 26 લોકસભા બેઠકો પર ફોકસ
વિધાનસભાની તમામ 182 બેઠકો પર ચૂંટણી લડ્યા બાદ આમ આદમી પાર્ટીએ 2024માં રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે જ્યાં સંગઠન નબળું છે. આવનારા દિવસોમાં તેને મજબૂત બનાવશે. પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠકો જીતી હતી અને લગભગ 13 ટકા મત મેળવ્યા હતા.

સૌરાષ્ટ્રમાં આ નેતાઓને સોંપવામાં આવી જવાબદારીઓ 
પાર્ટીએ તેના કાર્યકારી પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના કોળી સમાજના અગ્રણી નેતા રાજુ સોલંકીની નિમણૂક કરી છે.તેમને સૌરાષ્ટ્રના પૂર્વ ઝોનની જવાબદારી સોંપી છે. રાજુભાઈ સોલંકીને સૌરાષ્ટ્રના પૂર્વમાં આવતા ભાવનગર, બોટાદ અને સુરેન્દ્ર નગરની જવાબદારી મળી છે. કૈલાશ ગઢવીને કચ્છ અને મોરબી જિલ્લાના પ્રભારી બનાવ્યા છે. પાર્ટીએ જગમાલ વાલાને ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, અમરેલી, રાજકોટ અને જામનગરના પ્રભારી બનાવ્યા છે જ્યારે પોરબંદર ઝોનના જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે.

ઉત્તર ગુજરાતને લઈને પણ તૈયારી તેજ થશે
પક્ષે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને મહેસાણાની જવાબદારી ઉત્તર ગુજરાત ઝોનના કાર્યકારી પ્રમુખ ડો.રમેશ પટેલને સોંપી છે. આ જિલ્લાઓમાં મજબૂત સંગઠન બનાવવા માટે કામ કરશે.

દક્ષિણ ગુજરાતમાં આ દિગ્ગજોને કમાન સોંપી છે
પાર્ટીએ સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી લડનાર પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને વડોદરા અને સુરતમાં સંગઠન મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને દક્ષિણ ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ ચૈતર વસાવાને 9 જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાના પ્રભારી બનાવાયા બાદ જવાબદારી ફિક્સ કરાઈ છે.

Related posts

દિલ્હી: ભાજપના ધારાસભ્ય ઓક્સિજન સિલિન્ડર લઈને વિધાનસભામાં કેમ પહોંચ્યા, સ્પીકરે તેમને બહાર મોકલ્યા?

Admin

દેશમાં ૩૦ મુખ્યમંત્રીઓની શ્રેષ્ઠતા ચકાસવા માટે કરાયેલા સર્વેમાં કેજરીવાલને પાછળ છોડીને યોગીને પ્રજાએ શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે.

Admin

જૂનાગઢમાં મૃત ગૌવંશના ચામડા પ્રકરણમાં નિવેદનો લેવાનું શરૂ, સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દેનાર

Admin
error: Content is protected !!