બોટાદ દુષ્કર્મ મામલે સમગ્ર રાજ્યમાં દેવીપુજક સમાજમાં વ્યાપેલો રોષ બોટાદમાં આઠ વર્ષની દેવીપુજક માસુમ બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમ શખ્સને ફાંસીના માંચડે લટકાવવાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં દેવીપુજક સમાજમાં ભારે રોષ ની લાગણી સાથે ઘેરા અને તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે.દેવિપુજક સમાજ ની વિવિધ સામાજિક સંસ્થાઓ અને મંડળો દ્વારા સમગ્ર રાજ્યમાં કલેકટર અને મામલતદારને આવેદનપત્રો સુપ્રત કરી જધન્ય અપરાધ કરનાર નરાધમ શખ્સને ફાંસી આપવાની માંગ દેવીપુજક સમાજ રોડ પર આવી જઈને કરી રહ્યાનો સિલસિલો આરંભ થયો છે. દેવીપુજક સમાજ દ્વારા 8 વર્ષની બાળકી પર થયેલા અત્યાચાર અને દુષ્કર્મના કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તબદીલ કરવાની માંગ વચ્ચે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા એ બનાવની ગંભીતાને લઈને દેવીપુજક સમાજ સાથે સુર પુરાવતા અપરાધીને ફાંસીની સજાની માંગ સાથે ભવિષ્યમાં આવા ગોઝારા બનાવ ન બને તેમ જણાવી ઘટના સંદર્ભે કડક પગલાં ભરવાની સૂચના સાથે રાજ્યના મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ માંથી ગરીબ પરિવારને કોઈ પણ પ્રકારના વચેટિયા સિવાય ચુકવણી કરવાનું જણાવી કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માગણી સાથે કેસ ચલાવવા માટે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને જણાવ્યું છે. આ સાથે જ પીડિત પરિવારના વતન વસ્તડી તા. વઢવાણ જિ. સુરેન્દ્રનગર ખાતે નેતાઓ, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ,સામાજિક કાર્યકરો સહિત કરણી સેનાએ પણ મુલાકાત લઈ ગરીબ પરિવાર પ્રત્યે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી હતી.