જૂનાગઢમાં મૃત ગાય તેમજ ગૌવંશની દફનવિધિ પહેલા તેનું ચામડું ઉતારી વેચાણ કરવામાં આવતું હોવાની ધારાસભ્યને ફરિયાદ મળી હતી આ અંગેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી અને મહાનગરપાલિકા પર મૃત પશુના ચામડા વેચવાનો આરોપ લાગ્યો હતો આ મુદ્દે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદે આવેદનપત્ર આપી તપાસની માંગણી કરી હતી જેના અનુસંધાને કમિશનર દ્વારા ટાઉન પ્લાનિંગ ઓફિસરને તપાસ સોંપી હતી ટાઉન પ્લાનિંગ ઓફિસરે આ મુદ્દે તપાસ શરૂ કરી જવાબદાર કર્મચારીઓના નિવેદન લેવાનું શરૂ કર્યું છે તેમજ તેઓએ આ મુદ્દે રજૂઆત કરી હતી તેઓને પણ આવેદન માટે પત્ર લખી જાણ કરી છે નિવેદનો લેવાયા બાદ તપાસ રિપોર્ટ કમિશનરને આપવામાં આવશે ત્યાર બાદ ચામડા પ્રકરણની સ્થિતિ સ્પષ્ટ થશે જેના અનુસંધાને ટીપીઓ દ્વારા અમૃત ગૌવંશના ચામડા પ્રકરણમાં નિવેદનો લેવાનું શરૂ કર્યું છે તેમજ આ મામલે રજૂઆત કરનારાઓને પણ પત્ર લખી નિવેદન આપવા માટે બોલાવ્યા છે આથી મૃત પશુઓની દફનવિધિ પહેલા ચામડું ઉતારી લેવાના આક્ષેપ બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો