Apna Mijaj News
તાજા સમાચાર

જમ્મુ-કાશ્મીરના બડગામમાં 2 આતંકવાદીઓ ઠાર, કાર રોકવા પર કર્યું હતું ફાયરિંગ 

જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં મંગળવારે કોર્ટ સંકુલ પાસે સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ ઠાર થયા ગયા હતા. આ અંગે માહિતી આપતા પોલીસે કહ્યું કે બંને આતંકીઓની ઓળખ થઈ ગઈ છે અને તેઓ લશ્કર-એ-તૈયબાના હતા. ગયા અઠવાડિયે પણ આ આતંકવાદીઓ ઝડપાતા રહી ગયા હતા. અહેવાલો અનુસાર, બંને આતંકવાદીઓ એક કારમાં મુસાફરી કરી રહ્યા હતા અને અચાનક સુરક્ષા દળોને જોઈને ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

જવાબી કાર્યવાહીમાં આતંકવાદીઓ ઠાર 

ઘટનાની વિગતો આપતા, પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “બડગામમાંથી આતંકવાદીઓ પસાર થવાની ચોક્કસ માહિતી પર કાર્યવાહી કરીને, સેના અને પોલીસની સંયુક્ત ટીમે કોર્ટ સંકુલની નજીક એક શંકાસ્પદ વાહનને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, જે બાદ જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા.” અહેવાલ મુજબ સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો મોરચા પર તૈનાત છે.

‘લશ્કર-એ-તૈયબા સાથે હતા સંબંધ’

કાશ્મીરના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) વિજય કુમારે જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓ પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબાના હતા. તેમની ઓળખ પુલવામા જિલ્લાના અરબાઝ મીર અને શાહિદ શેખ તરીકે થઈ છે. કુમારે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે નજીકના મગામ વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન બંને આતંકવાદીઓ ભાગી ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એક એકે રાઈફલ અને એક પિસ્તોલ મળી આવી છે.

Related posts

ગુજરાતમાં કોંગ્રેસની આજથી હાથ સે હાથ જોડો યાત્રા, ચૂંટણીમાં હાર અને સ્થાનિક ચૂંટણી પહેલા કેટલી રહેશે અસરકાર

Admin

રામ મંદિર પર આતંકી હુમલાનું ષડયંત્ર, ગણતંત્ર દિવસ પહેલા દિલ્હીથી પંજાબ સુધી એલર્ટ જારી

Admin

તેજી / વધારા સાથે ખુલ્યો શેરબજાર, સેંસેક્સ 61100ની પાર, નિફ્ટીમાં શાનદાર તેજી

Admin
error: Content is protected !!