ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ પ્રદેશ અધ્યક્ષ બદલાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ હાઈકમાન્ડ એક્શનમાં આવ્યું છે. જેથી વિપક્ષ નેતા બાદ હવે પ્રદેશ અધ્યક્ષ પણ બદલાશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસને નથી ફળી ત્યારે આ વખતે પણ કોંગ્રેસની હાર થઈ છે પરંતુ આ વખતની હાર અત્યાર સુધીની સૌથી મોટી હાર છે. આ કારમી હારની દેશભરમાં નોંધ લેવાઈ છે ત્યારે હાઈકમાન્ડ એક્શનમાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બદલાશે તેવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. એક સપ્તાહમાં જ આ નિર્ણય લેવાય તેવી પણ શક્યતા છે.
અર્જુન મોઢવાડીયા સહીતનાનું નામ આગળ
કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં નવી કોઈ પરીવર્તનનની આશા જોવા નથી મળી રહી ત્યારે જૂના જોગીઓને જ કાર્યભાળ સોંપવામાં આવી રહ્યો છે. અમિત ચાવડાને વિપક્ષ નેતા અને ઉપ નેતા શૈલેષ પરમારને બનાવ્યા બાદ પ્રદેશ અધ્યક્ષની રેસમાં અર્જુન મોઢવાડીયા સહીતના નેતાનું નામ સામે આવી રહ્યું છે. જેથી જગદિશ ઠાકોર હાલ પ્રદેશ અધ્યક્ષ છે પરંતુ મોટા નેતાઓનું સ્થાન બદલાશે.
ગુજરાતમાં કોંગ્રેસનું નેતૃત્વ ઘણા સમયથી કેટલાક નેતાઓની આસપાસ ફરતું રહ્યું છે. જેમાં ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અમિત ચાવડા, પરેશ ધાનાણી જેવા નેતાઓના નામ મોખરે રહ્યા છે.