Apna Mijaj News
રજૂઆત

બજારમાં નહીં મળે સેનાનો કોમ્બેટ યુનિફોર્મ, સેનાને મળ્યા ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ

ભારતીય સેનાએ નવા કોમ્બેટ યુનિફોર્મ માટે કેમોફ્લેજ પેટર્નના ડ્રેસના ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ મેળવી લીધા કર્યા છે. આર્મી ડે 2022 દરમિયાન આર્મી ચીફ દ્વારા આ સુંદર કોમ્બેટ યુનિફોર્મનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ડિઝાઇનનો કોપીરાઇટ 10 વર્ષ માટે ભારતીય સેના પાસે છે. હવે તેમાં વધુ પાંચ વર્ષ વધારો થવાનો છે. હવે આ આર્મી યુનિફોર્મના ધંધાર્થીઓ તેને ઓપન માર્કેટમાં વેચી શકશે નહીં.

સામાન્ય બજારોમાં સેનાના યુનિફોર્મનું ખુલ્લેઆમ વેચાણ સૈનિકો માટે હંમેશા મોટો ખતરો ઉભો કરતુ રહે છે. કાશ્મીર અને અન્ય સરહદી વિસ્તારોમાં સેનાનો સૌથી મોટો પડકાર આવા યુનિફોર્મનું સરળ વેચાણ રહ્યો છે. આ દેશ માટે ગંભીર ખતરો ઉત્પન્ન કરી રહ્યો હતો.

નકલી યુનિફોર્મથી વધી હતી સેનાની મુશ્કેલીઓ 

આતંકવાદીઓ અને ગુનેગારો સરળતાથી આર્મી યુનિફોર્મ ખરીદતા અને પહેરતા હતા અને નાગરિકો માટે મુશ્કેલી ઊભી કરતા હતા. કાશ્મીરમાં આતંકવાદીઓ આ ફોર્મ્યુલા પર કામ કરતા રહ્યા છે. આતંકીઓ આર્મી ડ્રેસમાં ખોટું કામ કરીને સેનાને બદનામ કરવાનો પ્રયાસ કરી ચુક્યા છે. હવે આ બંધ થવા જઈ રહ્યું છે.

માત્ર આર્મી કેન્ટીનમાં વેચાશે કોમ્બેટ યુનિફોર્મ 

હવે સેનાનો કોમ્બેટ યુનિફોર્મ ફક્ત ભારતીય સેનાના યુનિટ સંચાલિત કેન્ટીનમાં જ વેચવામાં આવશે. આ ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (IPL)ને કારણે, ભારતીય સેના પાસે હવે ડિઝાઇનના વિશિષ્ટ અધિકારો છે. આર્મી ડિઝાઈન અને મેન્યુફેક્ચરિંગના કોઈપણ ઉલ્લંઘન સામે આવ્યા બાદ કાનૂની કાર્યવાહી થઈ શકે છે. સેનાના સધર્ન કમાન્ડે આની જાહેરાત કરી છે.

યુનિફોર્મનું વેચાણ કરવા પર થશે કડક કાર્યવાહી 

સેના અને અન્ય અધિકારીઓએ પોતપોતાના વિસ્તારના વિક્રેતાઓને સૂચના આપી છે કે તેઓ સેના સંબંધિત કોઈપણ પ્રકારના યુનિફોર્મનું વેચાણ ન કરે. જો આમ થશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

Related posts

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં વધુ એક વ્યક્તિએ મહિલા પર કર્યો પેશાબ, જાણો ફરી કેમ આવું થયું 

Admin

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક કેટલે પહોંચ્યો, વડોદરા-અમદાવાદમાં નવા કેસ નોંધાયા

Admin

મહામારી બાદ દેશના મૂડીબજારમાં ઝડપથી પ્રવેશેલાં મિલેનિયલ્સે શેરબજારમાં રિટેલ પાર્ટિસિપેશનને ઓલ-ટાઈમ હાઈ પર લાવી દીધું છે

ApnaMijaj
error: Content is protected !!