ભૂપેન્દ્ર પટેલ સરકારના ગૃહ મંત્રાલયે સરકારના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને બઢતી આપી છે. ADGP અને IG તરીકે બઢતી અપાઈ જ્યારે કેટલાક આઈપીએસના ગ્રેડ સુધારવામાં આવ્યા છે. ગુજરાતના નવા ડીજીપી કોણ હશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન કેટલાક પ્રમોશન પણ અટક્યા હતા ત્યારે ગૃહ વિભાગમાં બઢતી સાથે ફેરફારો કરાયા છે.
ક્રાઈમ બ્રાંચના એડિશનલ કમિશનર અને 2005 બેચના આઈપીએસ અધિકારી પ્રેમવીર સિંહને બઢતી આપવામાં આવી છે. તેમને પ્રમોશન આપી આઈજી બનાવાયા છે જ્યારે સુરત રેન્જ આઈજી તરીકે ફરજ બજાવતા 1998 બેચના IPS અધિકારી પીયૂષ પટેલને ADGP તરીકે બઢતી આપવામાં આવી છે.
ગાંધીનગરના IPS અધિકારીઓ માટે પ્રમોશનના ઓર્ડર જારી કરાયો છે. ગૃહ મંત્રાલય દ્વારા વરિષ્ઠ IPS અધિકારીઓને પ્રમોશન આપવાના આદેશ આપવામાં આવ્યા છે જ્યારે 2010 બેચના સાત IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે.
બઢતી કરાયેલા આઈપીએસ
– 1998 બેચના IPS પિયુષ પટેલને ADGP બનાવવામાં આવ્યા
– 2005 બેચના IPS પ્રેમવીર સિંહને બઢતી આપીને IG બનાવવામાં આવ્યા
આ પોલીસ અધિકારીઓના ગ્રેડ સુધારા
– આઈપીએસ જયપાલસિંહ રાઠૌર
– આઈપીએસ ડો.લીના માધવરાવ પાટીલ
-આઈપીએસ શ્વેતા શ્રીમાળી
– આઈપીએસ નિર્લિપ્ત રાય
-આઈપીએસ દીપકકુમાર મેઘાણી
-આઈપીએસ મહેન્દ્ર બગરિયા
– આઈપીએસ સુનિલ જોશી