જૂનાગઢમાં કેશોદ નાયબ પોલીસ અધિક્ષક ની કચેરી ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના અલગ અલગ આગેવાનોએ હાજરી આપી હતી અને આ લોક દરબારમાં કેશોદ ના મેધના સોસાયટી માંથી એક વ્યક્તિ પોલીસને વ્યાજ ખોરના ત્રાસ માંથી છોડાવવા માટે અને પોતાની ફરિયાદ લઈને પોતાના ન્યાય આપવાની માગણી કરી હતી
અને આ અરજદારે વ્યાજે આપનાર વ્યક્તિએ જમીન મકાન પડાવી લીધા છે તેનો રસ્તો કાઠી આ લોકોના ત્રાસ માંથી મુક્તિ આપવામાં તેવી પોલીસ ને રજુઆત કરી હતી ત્યારે પોલીસ પણ યોગ્ય કરવાની ખાત્રી આપી હતી તો અન્ય બે અરજદારોમાં એક કેવદ્રા ગામના અને એક કેશોદ ના શ્રદ્ધા સોસાયટીમાં રહેતા
અરજદારોએ પોતાની રજૂઆત કરી હતી પરંતુ તેઓની બેંકિંગ લોનને લઈને વ્યાજ બાબતે ફરિયાદ હતી તેમ છતાં પોલીસે આવા અરજદારોને બેંકના અધિકારીઓ સાથે વાતચીત કરી તેમના પ્રશ્ર્ને યોગ્ય થાય તેવી રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ત્યારે પોલીસ લોક દરબારમાં આવનાર ફરિયાદી ફરિયાદ દાખલ કરી દાખલારૂપ પોલીસ કાયૅવાહી નહિ કરે ત્યાં સુધી લોકો નિભૅય બની બહાર ન આવે તેવો પણ સવાલ લોકોમાં ઉઠી રહીયો છે
વ્યાજખોરો વિરૂધ્ધમાં પોલીસનો લોક દરબાર યોજાયો, ત્રણ વ્યક્તિઓએ વ્યાજખોરોના ત્રાસની કરી ફરિયાદ