ગુજરાતમાં આવેલ અમરેલીના જાફરાબાદ તાલુકાના દરિયાઈ કાંઠા અને લુણસાપુર તળાવમાં યાયાવર પક્ષીઓ અને કુંજ પક્ષીઓ નું જાણે આગમન થયા પછી ત્યાં રહે છે અને પછી અને આખો શિયાળો અહીં વિતાવ્યા બાદ પાછા વતન ફરે છે. મહત્વનું છે કે અહીંના તળાવો સરોવર કે ડેમ દરિયાઈ કાંઠા વિસ્તારમાં મોટી સંખ્યામાં પક્ષીઓ ઉતરાણ કર્યું છે.
અને ત્યારે જાફરાબાદના દરિયાઈ કાંઠા વિસ્તારમાં હજારો કિલોમીટરનું અંતર કાપી અને વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા માટે અહીં આવે છે. અને જાફરાબાદ પંથકમાં કુંજ કર્કરા તેમજ યાયાવર પક્ષીઓ એ ઉત્તરાયણ કર્યું છે સાથે આ પક્ષીઓ આખો શિયાળો જાફરાબાદ પંથકમાં શિયાળો ગાળશે.
જ્યાં મહત્વનું છે કે ચાલુ શિયાળામાં સાયબીરીયા સહિતના દેશોમાંથી મોટી સંખ્યામાં પેલિકન કર્કરા કુંજ સહિતના પક્ષીઓ જાફરાબાદના દરિયાઈ કાંઠા અને તળાવ વિસ્તારમાં મહેમાન બન્યા છે જ્યારે આ વિસ્તારની અંદર મોટી સંખ્યામાં પક્ષીઓ પહોંચ્યા છે જ્યારે આ વિસ્તારની અંદર પક્ષીઓને નિહાળવા માટે લોકો ઉમટી પડ્યા છે…
જાફરાબાદ તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં યાયાવર પક્ષીઓનું આગમન
લુણસાપુર તળાવમાં યાયાવર પક્ષીઓ અને કુંજ પક્ષીઓનું આગમન