Apna Mijaj News
Breaking News

હવેથી વોટ્સએપ નંબર થકી પણ સીધા સીએમનો સંપર્ક કરી શકાશે, ફરીયાદ માટે સીધી સુવિધા

હવેથી સીએમ ઓફિસમાં ફરિયાદ  કરી શકાશે, વોટ્સએપ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરી શકાશે. જે માટે નંબર પણ જારી કરવામાં આવ્યો છે. આમ ટેકનોલોજી થકી લોકો આસાનીથી સીએમ કાર્યલયનો સંપર્ક કરી શકશે.

જે માટે વોટ્સએપ નંબર જારી કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક માટે અરજી, ફરિયાદ અને અન્ય બાબતો  થઈ શકતી હતી ત્યારે હવેથી વોટ્સએપ થકી પણ સામાન્ય વ્યક્તિ સંપર્ક કરી શકશે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે વોટ્સએપ નંબરની જાહેરાત કરવામાં આવી છે. વોટ્સએપ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરી શકાશે. WhatsApp માટે +91 7030930344 નંબરની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ અને અન્ય બાબતો માટે વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે.

વોટ્સએપ નંબરનો ઉપયોગ ખાસ કરીને લોકો ફરીયાદો અન્ય બાબતોને લઈને સંપર્ક કરી શકશે.  વોટ્સએપ નંબરનો ઉપયોગ કરતાની સાથે જ મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે. જેથી હવેથી સીધી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરી શકાશે. જે તે સંલગ્ન ફરીયાદ વ્યાજબી હોય તે કરી શકાશે. આમ ટેકનોલોજીના સહારે આસાનીથી સંપર્ક કરી શકાશે.

Related posts

અમદાવાદ, ભાવનગર, વડોદરા સહિત ઠેર ઠેર કડાકા સાથે વરસાદ પડતા ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

Admin

અમેરિકામાં એર મિશન સર્વિસમાં ખરાબી, વિમાન સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત

Admin

મહેસાણામાં જાતિવાદી ઝેર ભર બજારમાં ઓકાયુ

ApnaMijaj
error: Content is protected !!