Apna Mijaj News
ધર્મ

પાટણ શહેર માં પાઠક સાહેબ ની ગુરુગાદી ખાતેથી શોભાયાત્રા નીકળી

ગોપાળ ભાઇ પાઠક સાહેબ શોભા યાત્રા માં શણગારેલ ખુલ્લી જીપ માં બિરાજમાન થયા હતા

પાટણ શહેર માં પાઠક સાહેબ ની ગુરુગાદી ખાતે થી શોભા યાત્રા નીકળી

પાટણ સ્થિત કરંડિયા વીર દાદા ના મંદિર ખાતે આજે નવચંડી યજ્ઞ નું ધર્મમય માહોલ માં આયોજન કરવા માં આવ્યું હતું.જે નિમિત્તે શહેર ના ગોળ શેરી માં આવેલ પુજય પાઠક સાહેબ ની ગુરુગાદી ખાતે થી શોભા યાત્રા નીકળી હતી. જેમાં ગોપાળ ભાઇ પાઠક સાહેબ શોભા યાત્રા માં શણગારેલ ખુલ્લી જીપ માં બિરાજમાન થયા હતા .

બેન્ડવાજા ની સુરીલી સરગમ સાથે ગુરુગાદી ખાતે થી પ્રસ્થાન પામેલી શોભા યાત્રા શહેર ના જુદા જુદા માર્ગો પર થઇ કરંડિયા વીર દાદા ના મંદિર ખાતે પહોંચી હતી. ત્યારે શોભા યાત્રા જે તે માર્ગો પરથી પસાર થતાં સેવકો અને ભકતો એ પુજય ગોપાળ ભાઇ પાઠક સાહેબ ને ફુલહાર પહેરાવી તેમના આશિર્વાદ લીધા હતા. ત્યાર બાદ મંદિર પરિસર ખાતે નવચંડી હવન યોજાયો હતો. જેના દર્શન નો લાભ લઈ ભક્તો એ ધનાયત અનુભવી હતી .

Related posts

આ 3 રાશિઓમાં બનશે અખંડ રાજ્ય યોગ! ભાગ્ય રાતોરાત બદલાઈ જશે

Admin

સપનામાં આ વસ્તુઓ જોવા મળે તો થાય છે મોટો બદલાવ, આર્થિક સ્થિતિ-કરિયર પર પડે છે સીધી અસર!

Admin

જમીઅત ઉલમા એ હિન્દ ભાવનગર દ્વારા દસમો રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો

Admin

Leave a Comment

error: Content is protected !!