આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલની અમદાવાદમાં તડામાર તૈયારીઓ તેજ બની છે. આ વખતે G-20ની થીમ પર પેવેલિયન બનાવવામાં આવશે. જેમાં સાબરમતી બોટમાં બેસી પતંગ ઉડાવી શકાય તેવી પણ વ્યવસ્થા કરાશે. વિશેષ આયોજન આ વખતે થશે કેમ કે ગત વખતે કાઈટ ફેસ્ટ કેન્સર રહ્યો હતો. કાઈટ ફેસ્ટિવલની તડામાર તૈયારીઓને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ સંદર્ભે મહત્વની બેઠક મળી હતી.
અમદાવાદમાં ફ્લાવર શો બાદ હવેકાઈટ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. જેને લઈને તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા આરંભાઈ દેવાઈ છે. કાઈટ ફેસ્ટિવલ ગુજરાતમાં ખૂબ ફેમસ હોય છે. દેશ વિદેશથી અહીં પતંગ રસીકો ભાગ લેવા માટે આવતા હોય છે. ત્યારે આ વખતે પણ વિદેશી પતંગ રસીકો અહીં આવશે.
56 દેશોના પતંગ રસિયાઓ પતંગ ઉડાવશે
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે.આ વખતે પતંગ મહોત્સવમાં 56 દેશો ભાગ લેવાના છે. આ દેશોના હાઈ કમિશન અને રાજદૂતો પણ આવી રહ્યા છે. આ ઉપરાંત પતંગ મહોત્સવમાં 15 જેટલા એમ્બેસેડર તેમના પરિવાર સાથે આવશે. તેમાં પણ સોમાલિયા, ઈજીપ્ત, કેનેડા અને ગલ્ફ કન્ટ્રીના પતંગ રસિયાઓ પ્રથમ વખત ભાગ લેવા જઈ રહ્યા છે.
આ વખતે આ રહેશે વિશેષતા
જેમાં આ વખતે જી-20ની થીમ પર પેવેલિયન બનાવવામાં આવશે. સાબરમતી નદી પર બોટમાંથી પણ પતંગ ઉડાવી શકાય તેવી વ્યવસ્થા કરાઈ રહી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. જે આ વખતે વિશેષતા રહેશે.
ખાસ કરીને અત્યારે કોરોનાની દહેશત વચ્ચે એરપોર્ટ પર આવતા લોકોનું સ્ટ્રેસિંગ થઈ રહ્યું છે ત્યારે કાઈટ ફેસ્ટિવલમાં પણ કોરોનાની આ દહેશત વચ્ચે ખાસ કરીને ગાઈડલાઈનનું ધ્યાન રહે તેની પણ કાળજી લેવામાં આવશે.