Apna Mijaj News
શુભ અવસર

૯ જાન્યુઆરીના રોજ કલોલ આઈ.ટી. આઈ ખાતે ભરતીમેળાનું થશે આયોજન

તા.૦૯ જાન્યુઆરીના રોજ કલોલ આઈ.ટી.આઈ ખાતે ભરતીમેળાનું આયોજન
તાજેતરમાં ગુજરાત સરકાર શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અનુબંધમ વેબ પોર્ટલ અને મોબાઈલ એપનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં રોજગાર મેળવવા માંગતા ઉમેદવાર ઘરે બેઠા anubandham.gujrat.gov.in પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી નોકરી શોધવી, અરજી કરવી, જોબ પોસ્ટીંગ એલર્ટ, રોજગાર ભરતી મેળા વગેરેની મહિતી ઓનલાઈન મેળવી શકો છો.

            જીલ્લા રોજગાર વિનિમય કચેરી/મોડલ કેરિયર સેન્ટર ગાંધીનગર દ્વારા ઔધોગિક રોજગાર ભરતીમેળાનું તા.09/01/2023 સવારે 10:00 કલાકે આઈ.ટી.આઈ , આરસોડીયા તા.કલોલ ,જી.ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં સ્વરોજગાર લક્ષી યોજનાઓની માહિતીનો લાભ લઈ શકાશે. ધોરણ-૧૦ અને ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએશન, આઈ.ટી.આઈ અને ડીપ્લોમાં તમામ ટ્રેડના ઉમેદવારો ભાગ લઈ શકશે. આથી રોજગારવાન્છું યુવાનો વિવિધ રોજગારીની તકોથી વંચિત ન રહે તથા નોકરીદાતાઓને રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થઈ શકે તે હેતુસર રોજગાર ભરતીમેળા અંગે જીલ્લા રોજગાર વિનિમય કચેરી , ગાંધીનગર દ્વારા આગામી સમયમાં આયોજન થનાર છે. જેથી જીલ્લાના તમામ રોજગારવાન્છું ઉમેદવારો ને મોટી સંખ્યામાં ભાગ લેવા જણાવવામાં આવે છે.

Related posts

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં સામુહિક સીમંતોન્નયન સંસ્કાર

ApnaMijaj
error: Content is protected !!