ગુજરાતમાં કોરોના કેસોનો આંક કાબુમાં છે એક્ટિવ કેસો અત્યારે 39 પર પહોંચ્યા છે. જો કે, અમદાવાદ અને બરોડામાં નવા ત્રણ કેસો નોંધાયા છે. , વડોદરામાં 02, અમદાવાદમાં 01 કેસ નોંધાયા છે. ચીન સહીતના દેશોમાં કોરોનાના હાહાકાર વચ્ચે ભારતમાં પણ દહેશત કોરોનાની હતી જો કે, કેસો કાબુમાં છે. ગયા અઠવાડિયે અમદાવાદ સહિત તમામ શહેરોની કોવિડ હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ હતી, ગુજરાત સરકારે પણ લોકોને કોરોનાથી બચાવવા માટે તૈયારીઓ કરી લીધી છે. ગુજરાતમાં કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં નવા કોરોનાના 03 નવા કેસ નોંધાયા છે. રોના રિકવરી રેટ 99.13 ટકા પર પહોંચ્યો છે.
ગુજરાતમાં રાજ્ય સરકારેકેદારી રાખવા સૂચના આપી છે. જેના કારણે અમદાવાદ શહેરમાં પણ AMCએ કોરોનાના SOPના પાલન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના કારણે કોર્પોરેશને આરોગ્ય વિભાગને એલર્ટ કરી દીધું છે. એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે.
સમગ્ર દેશમાં આ સબવેરિએન્ટનો પ્રથમ કેસ ગુજરાતમાં હોવાનું જણાતા રાજ્ય સરકાર એલર્ટ થઈ હતી અને નવા તમામ કોરોના પોઝિટિવ દર્દીઓના સેમ્પલ જિનોમ સિકવન્સીંગમાં મોકલવાનો આદેશ પણ કર્યો હતો. જો કે, હજુ સુધી કોઈ એક્ટિવ બીએફ 7 વેરીયન્ટ સામે ના આવાત રાહત પણ છે. ઓક્સિજન, વેન્ટિલેટર, કોવિડ બેડની ક્ષમતા, ટેસ્ટિંગ કીટ, આવશ્યક દવાઓ, નર્સિંગ સ્ટાફની ઉપલબ્ધતાની સમીક્ષા અગાઉ કરી હતી.