ગુજરાતમાં હાડકાં થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ઠંડીમાં વધુ વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલથી હજુ વધુ ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજ્યના તાપમાનમાં પણ ઘટાડો થયો છે.
શીતલહેરના કારણે રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો સામનો કરવો પડશે. ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન 14 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. અમદાવાદ શહેર કડકડતી ઠંડીની લપેટમાં છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન અહીં 13 ડિગ્રી નોંધાયું છે. વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઓછી જોવા મળે છે અને ક્યારેક વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી કડકડતી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
નલિયામાં સૌથી વધુ ઠંડી
24 કલાકમાં રાજ્યના 11 શહેરોમાં તાપમાન 12 ડિગ્રી કે તેનાથી નીચે નોંધાયું હતું. રાજ્યમાં કચ્છમાં સૌથી વધુ ઠંડી રહી હતી. નલિયામાં પારો નવ ડિગ્રી નોંધાયો હતો. આ સાથે બનાસકાંઠાના ડીસામાં તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
તાપમાનમાં થશે ઘટાડો
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. જો કે ગુજરાતમાં શુષ્ક હવામાન રહેશે પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. દિવસના તાપમાનમાં એક કે બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. રાત્રી દરમિયાન પણ આગામી 2 થી 3 દિવસમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે. થોડા દિવસો પછી દિવસ-રાતના તાપમાનમાં વધઘટ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી વધુ પવન ફૂંકાવાની શકયતા છે.
ગુજરાતમાં હજુ પણ ધ્રુજારી દે તેવી ઠંડી રહેશે. રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિવસના તાપમાનમાં એક કે બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. બે-ત્રણ દિવસ બાદ રાત્રિના તાપમાનમાં વધઘટ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી હવામાન સૂકું રહેશે. પવનની ઝડપ વધુ હોવાને કારણે લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થશે.