ઘાતક દોરીની લોકોના મોતના બનાવો સામે આવતા ગુજરાત હાઈકોર્ટે ચાઈનીઝ દોરી મામલે કડક વલણ અપનાવતા સરકારી ઝાટકણી કાઢી છે અને આ મામલે જવાબ રજૂ કરવા કહ્યું છે. ગુજરાત હાઈકોર્ટે ચાઈનીઝ દોરી મામલે કડકલ વલણ અપનાવતા સરકારની ઝાટકણી કાઢી છે. ચાઈનીઝ, નાયલોન દોરી મામલે સરકાર સામે ખુલાસો માંગ્યો છે. આ ઉપરાંત તુક્કલ પર પણ કાર્યવાહી મામલે કહ્યું છે. આ ઉપરાંત 6 જાન્યુઆરીના રોજ આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. બે દિવસની અંદર સરકારની જવાબ રજૂ કરવા મામલે કહેવામાં આવ્યું છે. ઘાતક દોરીથી નાગરીકોનું મૃત્યુ નહીં ચલાવી લેવામાં આવે તેમ હાઈકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું છે.
ગઈકાલે સુરતમાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળુ કપાઈ જવાની ઘટના સામે આવી હતી. અન્ય શહેરોમાં પણ ચાઈનીઝ દોરીના કારણે ઘાયલ થવાની ઘટનાઓ બની રહી છે. ચાઈનીઝ દોરી, નાયલૉન દોરી તથા તુક્કલ વેચાણ મુદ્દેની કાર્યવાહી પર હાઈકોર્ટે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. આ મામલે ચાલેલી સુનાવણીમાં હાઈકોર્ટે લાલ આંખ કરતા ક્હ્યું કે, ઘાતક દોરીથી નાગરિકોનું મૃત્યુ કે ઈજા થાય તે નહીં ચલાવી લેવાય.
હાઈકોર્ટે કહ્યું કે, સરકાર માટે ચાઈનીઝ અને નાયલોન દોરી પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન બહાર પાડવું પૂરતું નથી. તેનો અમલ પણ જરૂરી છે તેમ કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે જીવલેણ દોરીઓના કારણે નાગરિકો મૃત્યુ પામે અથવા ઘાયલ થાય તે ચલાવી લેવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં ચાઈનીઝ દોરા પર પ્રતિબંધ હોવા છતાં આડેધડ રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા એક વીકમાં જ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં વડોદરામાં એક યુવા હોકી ખેલાડીનું મોત થયું છે. તો સુરતમાં એક વ્યક્તિનું ગળું કાપીને મોત થયું છે. આમ આખરે આજે થયેલી સુનાવણીની અંદર હાઈકોર્ટે પણ આ મામલે લાલ આંખ કરતા આ બનાવો સામે સરકાર સામે ખુલાસો માંગ્યો છે.