મહેસાણા જિલ્લામાં આગમી 9 જાન્યુઆરી નાં રોજ પતંગ મહોત્સવ યોજવામાં આવશે મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર ખાતે 09 જાન્યુઆરી સોમવારના રોજ સવારે 09 કલાકથી આ પતંગ મહોત્સવ ની ઉજવણી શરૂ કરવામાં આવશે જે સાંજે 05 કલાક સુધી સ્પોર્ટસ સંકુલ ખાતે પતંગ મહોત્સવ યોજાનાર છે. આ પતંગ મહોત્સવમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય પતંગ બાજો ઉપસ્થિત રહેનાર છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે જેની તૈયારી સંદર્ભે ઇન્ચાર્જ જિલ્લા કલેકટર ડો ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આમંત્રણ કાર્ડ તૈયાર કરવા, તેમજ મુખ્ય ગેઇડ, સ્ટેજ, કાઇસ્ટો માટેના સ્ટોલો,બેરીકેટીંગ,સાઉન્ટ સીસ્ટમ,ફ્લોરીંગ, પાર્કિંગ વ્યવસ્થા સહિતની આનુંષંગિક વ્યવસ્થાઓ સુપેરે થાયે તે અંગે સંબધિત અધિકારીઓને સૂચનો કરવામાં આવ્યા હતા આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સ્થાનિક એનાઉન્સરની વ્યવસ્થા, કોવિડ-19ની માર્ગદર્શિકા મુજબની વ્યવસ્થા,ટ્રાફિક નિયમન, કાઇટીસ્ટોનું સ્વાગત સહિતની વિવિધ બાબતો પર ચર્ચા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,વડનગર ખાસ ફરજ પરના અધિકારી આર.આર.ઠક્કર સહિત જિલ્લાના સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા