તેમની પાસે સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવાનું બજેટ પણ નથી. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પાકિસ્તાનમાં રેલ્વે પાસે ટ્રેન ચલાવવા માટે તેલ પણ ખતમ થઈ ગયું છે. કશે તેલ છે તો પણ માંડ બે-ત્રણ દિવસ સુધીનું જ તેલ બચ્યું છે.
પાડોશી દેશ પાકિસ્તાનમાં સ્થિતિ નાજુક બની ગઈ છે. સ્થિતિ એવી છે કે તેમની પાસે દેશ ચલાવવા માટે પણ પૈસા નથી. તેમની પાસે સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવાનું બજેટ પણ નથી. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પાકિસ્તાનમાં રેલ્વે પાસે ટ્રેન ચલાવવા માટે તેલ પણ ખતમ થઈ ગયું છે. કશે તેલ છે તો પણ માંડ બે-ત્રણ દિવસ સુધીનું જ તેલ બચ્યું છે.
પાકિસ્તાનની આ કંગાળ સ્થિતિના આંકડાની વાત કરીએ તો રોકડ સંકટ સામે ઝઝૂમી રહેલા દેશનું રાજકોષીય નુકસાન વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં (જુલાઈ-ઓક્ટોબર) 115 ટકાથી વધુ વધી ગયું છે. ઉપરથી ગયા વર્ષે જૂન-જુલાઈમાં આવેલા પૂરના કારણે સ્થિતિ વધુ કરાબ થઈ ગઈ હતી. પાકિસ્તાન રેલ્વેને પણ પૂરની અસર થઈ હતી. પાકિસ્તાની મીડિયામાં સામે આવી રહેલા અહેવાલો અનુસાર, પાકિસ્તાન રેલવે પાસે ટ્રેનો ચલાવવા માટે પૂરતો તેલનો સ્ટોક પણ નથી. પાકિસ્તાન માત્ર ત્રણ દિવસના તેલ ભંડાર સાથે ટ્રેનો દોડાવી રહ્યું છે.
માત્ર એક દિવસનું તેલ બચ્યું
પાકિસ્તાની મીડિયામાં ચાલી રહેલા સમાચારો અનુસાર, રેલ્વે વિભાગના અધિકારીઓએ રેલ્વે મંત્રી ખ્વાજા સાદ રફીકને પણ આ મામલાને ઉકેલવા માટે અપીલ કરી છે, પરંતુ તેમના તરફથી કોઈ પગલું ભરવામાં આવ્યું નથી. પાકિસ્તાન રેલ્વેના એક અધિકારીએ એમ પણ કહ્યું હતું કે રેલ્વે મંત્રીએ માલવાહક વેગનની બિડિંગ બાબતો પર પણ ધ્યાન આપવું જોઈએ. જે ખાનગી ક્ષેત્રને અસર કરે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે થોડા દિવસો પહેલા તેલનો સ્ટોક માત્ર એક દિવસ માટે જ બચ્યો હતો. જેના કારણે રેલવે અધિકારીઓએ ખાસ કરીને કરાચી અને લાહોરથી આવતી માલગાડીઓનું સંચાલન ઘટાડવાની ફરજ પડી હતી.
20-25 દિવસ પછી મળે છે પગાર
આ સાથે રેલવે વિભાગના કર્મચારીઓને તેમનો પગાર અને ભથ્થાં પણ મળી રહ્યાં નથી. આ સાથે, છેલ્લા એક વર્ષમાં નિવૃત્ત થયેલા ઘણા કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટીના સ્વરૂપમાં લગભગ 25 અબજ રૂપિયાની દેવાદારી બાકી છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે કર્મચારીઓને 20-25 દિવસ પછી પગાર ચૂકવવામાં આવી રહ્યો છે અને છેલ્લા મહિનાનો પગાર મળવાનો બાકી છે. જે બાદ ટ્રેન ડ્રાઈવર સહિત અનેક કર્મચારીઓએ જો સ્થિતિ નહીં સુધરે તો હડતાળ પર જવાની ચેતવણી આપી છે.