



વાત કરીએ વિદેશી પક્ષીના આગમનની ……શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી શરુ થતાની સાથે ગુજરાતમાં વિદેશી પક્ષીઓ સાત સમુદ્ર પાર કરી ગુજરાતમાં આવતા હોય છે.અને ગુજરાતમાં આવતા વિદેશી પક્ષીના આગમનની આતુરુતાથી રાહ જોવાથી હોય છે .ત્યારે સુરત જીલ્લાના છેવાડે આવેલા મોટી પારડી ગામને અડીને આવેલા ભરણ ગામના તળાવમાં પક્ષીઓનું આગમન થતા પક્ષી પ્રેમીઓ વિદેશી પક્ષીઓને પોતાના કેમેરામાં કેદ કરવા અને અદ્ભુત નઝારો જોવા આવતા હોય છેઆ દ્રશ્ય છે ભરણ ગામના …
ભરણ ગામ સુરત જીલ્લાના છેલ્લા ગામ મોટી પારડીને અડીને આવેલું ગામ છે .આ ગામના સીમમાં સોથી મોટું તળાવ આવેલું છે આ તળાવમાં શિયાળાણી શરૂઆત થતાની સાથે વિદેશના અલગ-અલગ પક્ષીઓ ઝુંડમાં આવતા હોય છે.કહેવાય છેકે આ શિયાળાની ઋતુ પક્ષીઓનું પ્રજનન સમય હોવાથી પક્ષીઓ આવતા હોય છે એવું પણ કહેવાય છે કે વિદેશમાં શિયાળો ઝીરો ડીગ્રીને પાર થઇ જતો હોય એટલે વિદેશી પક્ષીઓ ગુજરાત તરફની વાત પકડે છે
અને આખો શિયાળો ગુજરાતના ગામડાઓમાં આવેલા તળાવો અને તળાવોને અડીને આવેલા વૃક્ષોમાં વસવાટ કરે છે અને શિયાળો પૂર્ણ થતાની સાથે પક્ષીઓનું ઝુંડ ફરી વિદેશ તરફ જવાની શરૂઆત કરે છે પરંતુ વિદેશી પક્ષીના આગમનણે લઈ ભરણ સહીત સુરત જીલ્લાના ગામડાના લોકો વિદેશી પક્ષીઓને જોવા વહેલી સવારે અને સાંજે જોવા પોહચી જાય છે ખાસ કરીને પક્ષી પ્રેમીઓ પક્ષીઓના ઝુંડ જોઈ રાજી રાજી થઇ જાય છે