સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટ્રકને આંતરીને વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતા બુટલેગર તત્વોમાં દોડધામ મચી
રાજસ્થાનથી નડિયાદ લઈ જવા તો 38.40 લાખનો દારૂનો જથ્થો શામળાજી પાસે ઝડપી પાડી એકની અટકાયત કરી
• દારૂ ભરી આપનાર, ટ્રક માલિક, દારૂ મોકલનાર તેમજ નડિયાદમાં દારૂ લેવા આવનાર શખ્સો પોલીસ પકડથી દૂર
•રાજસ્થાનના ભીમથી ૩૧,૨૭૨ બોટલ દારૂ ટ્રકમાં ભરીને નડિયાદ પહોંચાડવાનો હોવાનું સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં ખુલ્યું
અમદાવાદ: સંજય જાની, અપના મિજાજ ન્યુઝ
ગુજરાતની ભાગોળે આવેલા પડોશી રાજ્ય રાજસ્થાનના ભીમ ગામેથી વિદેશી દારૂની ૩૧,૨૭૨ બોટલ જેની કિંમત ૩૮.૪૦ એક ટ્રકમાં ભરીને નડિયાદ લઈ જવાતી હતી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શામળાજી નજીકથી ટ્રક અને આંતરીને દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકની અટકાયત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કેટી કામરીયાએ આપેલી વિગતો મુજબ સેલના એસ.પી. નિર્લિપ્ત રાયે દારૂના કારોબારને નેસ્ત નાબૂદ કરી દેવા માટે કમર કસી છે. ત્યારે ગુજરાતમાં દેશી વિદેશી દારૂનો ધંધો કરતા તત્વો તેમજ પર પ્રાંતમાંથી દારૂ મોકલનારા લોકો ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સાથે કામગીરી હાથ ધરી છે. જેના ફળ સ્વરૂપે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી દિન પ્રતિદિન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દારૂના ધંધાર્થીઓ સામે આકરા પગલા ભરી દેશી વિદેશી દારૂ ઝડપી પાડી ધંધાર્થીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી તેજ કરી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની બાજ નજર છતા દારૂના ધંધાર્થીઓ પર પ્રાંતમાંથી દારૂ મંગાવી ગુજરાતમાં ઠાલવી રહ્યા છે. પરંતુ સેલના જાંબાજ અધિકારીઓ તેમનો મનસુબો પાર પડવા દેતા નથી.