• પરલોકથી ‘આલોક’માં ઉતરી એક સ્વાર્થીએ વિધાનસભાની ચૂંટણી જીતવા ગોઠવી દીધા સોગઠાં
•કોઈને કોઈ રીતે નાણાનો મેળ પાડી જનતાને સેવાના નામે સુવિધા આપી ચૂંટણીમાં રમાયું મતનું રાજકારણ
•ખેરાલુની જનતામાં ખેરાત કરી ખનીજ, રોયલ્ટી ચોર સાથે મિલીભગતથી પ્રજાના મત લૂંટવા પ્રયાસ
•કહેવાતા દાનવીર રાયજાદાને મુકાનો મળી ગયો સાથ, ને હવે ‘મૂક્કો’ મારી પ્રજાને કુવામાં ધકેલવા કારસો
સંજય જાની: અપના મિજાજ ન્યુઝ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે મુખ્ય રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારી કરનારા ચૂંટણી જંગના લડવૈયાઓ મતદાતાઓના આંગણે જઈને બે હાથ જોડી પોતાને મતદાન કરવા આજીજી કરી રહ્યા છે. આ અંગે ઉમેદવારો અને મતદારોનો ‘મિજાજ’ જાણવા મહેસાણા જિલ્લામાં પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર ખરાખરીનો જંગ જામશે. આ બધી બાબતો વચ્ચે જિલ્લાની ખેરાલુ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડતા ભાજપના ઉમેદવારને ટાર્ગેટ બનાવીને અપક્ષ ઉમેદવારી કરનાર એક સ્વાર્થીએ અહીંના ખનીજ અને રોયલ્ટી ચોરનો સહારો લઈને ખેરાલુની જનતાને ‘કુવા’માં ધકેલવા માટે કારસો રચ્યો હોવાની બાબત પણ જનતાના મુખેથી જાણવા મળી છે.