Apna Mijaj News
"કર મેદાન ફતેહ"

અરે ઓ… દિવાનો મુજકો પહેચાનો…!

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચિલોડા નજીકથી આઇસરમાં ભરીને લઈ જવાતો પાંચ લાખના દારૂ સાથે જુહાપુરાના શખ્સને દબોચ્યો

ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે જથ્થો મગાવ્યો હોવાની ચર્ચા

જુહાપુરાના શખ્સો દારૂનો જથ્થો ગોમતીપુર સહિતના વિસ્તારમાં ઉતારવાના હતાં

પોલીસે દારૂ સહિત 10.85 લાખનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી

પોલીસ પકડથી દૂર ત્રણ શખ્સોને પકડી પાડવા પગેરું દબાવવામાં આવ્યું

અમદાવાદ: સંજય જાની

        ગાંધીનગરની ભાગોળે આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 ઉપરના ચિલોડા ગામ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમી આધારે એક આઈસર ટ્રકને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાં સવાર અમદાવાદના જુહાપુરાના શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. પકડાયેલા શખ્સે દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરી અમદાવાદના ગોમતીપુર અને જુહાપુરા વિસ્તારમાં ઠાલવવાનો હોવાની વિગતો આપી હોવાનું જાણવા મળ્યું છે. ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે દારૂનો જથ્થો મગાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
      સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કેટી કામરીયાએ આપેલી વિગતો મુજબ વિભાગના એસ.પી. નિર્લિપ્ત રાયની સુચનાથી સેલની ટીમના પીઆઇ આરજી ખાંટ સહિતનનો સ્ટાફ પર પ્રાંતમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા દારૂ અંગે વોચમાં હતો. ત્યારે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી આઇસર ટ્રકમાં વિદેશી પ્રકારનો ભારતીય બનાવટનો દારૂ ભરીને બે શખ્સો અમદાવાદ તરફ જઈ રહ્યા છે. જેથી પોલીસે ગાંધીનગરના ડભોડા પોલીસ મથક તાબાના મોટા ચિલોડા નજીકથી બાતમી વાળી આઈસર ટ્રક પકડી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની 5,792 નંગ બોટલ કિંમત રૂ.5,79,200ની મળી આવી હતી.
     પોલીસે ટ્રક ચાલક બિસ્મીલ્હ ઉર્ફે અભૂડો જુસબભાઈ લંઘા રહે. જુહાપુરા અમદાવાદની અટકાયત કરી હતી. જ્યારે અન્ય મોહમ્મદ ફિરોજ વસીમ ઉર્ફે વસુ કમરૂદ્દીન અબ્દુલભાઈ શેખ, રજાક નુરભાઈ શેખ રહે. જુહાપુરા અમદાવાદ રાજસ્થાનથી દારૂ ભરી આપનાર હાથ ચડ્યા ન હોય પોલીસે તેમને પકડી પાડવા માટે પગેરું દબાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે ગુજરાતમાં હાલે વિધાનસભા ચૂંટણીનો માહોલ છે. તેમજ પ્યાસીઓની મનગમતી ઋતુ શિયાળાની શરૂઆત પણ થઈ ચૂકી છે. જેને લઈને દારૂની માગ વધી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલે ગુજરાતના બુટલેગરો ઉપર ધોંસ બોલાવતાં દારૂની અછત વર્તાઈ રહી હોવાનું જાણકારો કહી રહ્યા છે.

Related posts

ગાંધીનગરના કર્મયોગીઓ અને મુસાફરો માટે સુવિધા

ApnaMijaj

કોણ હશે કલોલના “ઠાકોર સાહેબ”!

ApnaMijaj

સાયન્સ સિટીખાતે ‘હેમફેસ્ટ ઈન્ડિયા 2023’ યોજાશે

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!