Apna Mijaj News
કામગીરી

ચૂંટણી છે છતાં છારાનગરમાં… છી..છી..છી…!

સરદારનગર પોલીસ મથક વિસ્તારમાં જ્યાં મહિલા બુટલેગરોનો દબદબો છે તે પી.આઈ ઉપર શું થશે કાર્યવાહી?!

છારાનગરમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી: 95 હજારના મુદ્દામાલ સાથે ત્રણ જબ્બે, ૪ લોકો વોન્ટેડ

એસએમસીના દરોડામાં એક મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી અને વોશ મળી આવ્યો

બે શખ્સો સાથે એક મહિલા બુટલેગર આબાદ ઝડપાઈ, બે નોકરો સાથે અન્ય બે મહિલા બુટલેગર ફરાર

• દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી સળગાવવા ગેસ સિલિન્ડર વપરાતા હતા, પોલીસે મોટા પ્રમાણમાં સિલિન્ડર કબજે લીધાં

સંજય જાની: અપના મિજાજ ન્યુઝ

        રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. એ બધા વચ્ચે દેશી તેમજ વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરોનો પણ દબદબો સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ કાયમ જોવા મળી રહ્યો છે. અમદાવાદના સરદારનગર પોલીસ મથક વિસ્તારમાં કુબેર નગરના છારાનગરમાં એક મકાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ્ત રાયની સૂચનાથી પીઆઈ આર.જી. ખાંટ સહિતની ટીમે દરોડો પાડીને 95 હજારના દેશી દારૂ સહિતનો મુદ્દામાલ પકડી પાડી એક મહિલા બુટલેગર સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે પોલીસ કાર્યવાહીમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર કામ કરતા બે નોકરો સહિત બે મહિલા ભાગી છુટવામાં સફળ રહી છે. જેને પકડી પાડવા માટે પોલીસે દોડ લગાવી છે. એસએમસીએ છારાનગરમાં પાડેલા દરોડામાં સરદારનગર પોલીસ મથક વિસ્તારમાં દબદબો ધરાવતી મહિલા બુટલેગરોના ત્યાંથી મોટા પ્રમાણમાં પોલીસે ગેસ સિલિન્ડર પણ કબજે લીધા છે હવે જોવાનું એ રહે છે કે કુબેરનગર પોલીસ મથકના પીઆઇ સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ?

   સ્ટેટ મોનિટરિંગ સેલના નાયબ પોલીસ અધિક્ષક કે ટી કામરીયાએ આપેલી વિગતો મુજબ કુબેરનગર પોલીસ મથક તાબા વિસ્તારમાં આવતા છારાનગરમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરોડામાં પોલીસે 203 લિટર દેશી દારૂ કી.રૂ.4060, દેશી દારૂ બનાવવાનો વોશ 10250 લીટર, કી.રૂ.20,500, 6000 રૂપિયાની કિંમતનો 600 કિલો ગોળ તેમજ અન્ય 64,560ની કિંમતની સાધન સામગ્રી સહિત કુલ રૂ.95,020નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કરેલી કાર્યવાહીમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપરથી નવનીત બાલુભાઈ ગેરંગ, પંકજ રામચરણ ખટેરિયા, અજય મહાવીરસિંગ ખટેરિયા અને કંચનબેન અરવિંદ ઈંડરકરની ધરપકડ કરી હતી. જ્યારે શોભનાબેન મુનીરભાઈ ગાંગડેકર, સુમિત્રા ઉર્ફે સુમી મહેશ ગાંગડેકર તેમજ રાજેશ અને રમેશ નામના ભઠ્ઠી ઉપર કામ કરતા નોકર પોલીસ પકડથી ફરાર થઈ ગયાં છે. જેમને પકડી પાડવા માટે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

લોકોને ચૂલો સળગાવવા ગેસ સિલિન્ડર મળતા નથી અને દેશી દારૂની ભઠ્ઠી પર 50થી વધુ ગેસ સિલિન્ડરો મળી આવ્યા

        કુબેરનગરના છારાનગરમાં એસએમસીની ટીમે દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડયો ત્યારે દેશી દારૂ બનાવવા માટે સળગાવવામાં આવતી આગ માટે રાંધણ ગેસના સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે લોકોને એટલે કે આમ જનતાને પોતાના ઘરનો ચૂલો સળગાવવા માટે ગેસના સિલિન્ડરો નિયત સમયે ઉપર મળતા નથી. પરંતુ અહીં દેશી દારૂની ભઠ્ઠી ઉપર દારૂ ઉકાળવા માટે 40 થી વધુ રાંધણ ગેસના સિલિન્ડર મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ચૂંટણીનો ધમધમાટ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છતાં છારાનગરમાં દેશી દારૂ ના બુટલેગરોનો દબદબો યથાવત

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કહેવાય છે કે ચૂંટણી સમયે દારૂ સહિતના નસીલા પદાર્થો તેમજ બિન હિસાબી નાણાની હેરફેર રોકવા માટે ઠેર ઠેર તંબુ ચોકીઓ તાણી દેવામાં આવી છે. છતાં પણ દેશી વિદેશી દારૂના વેપલા સાથે સંકળાયેલા બુટલેગરોનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. છારાનગરમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી મોટા પ્રમાણમાં દેશી દારૂ તેમજ દારૂ બનાવવાનો વોશ પકડી પાડ્યો છે તે સાબિત કરી આપે છે કે પ્યાસી લોકોમાં દારૂની માગ હજુ ઓછી નથી થઈ અને એટલે જ અહીં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હતી અને ગ્રાહકોને માલ પહોંચાડવાની વ્યવસ્થા પણ પોલીસના આશીર્વાદથી થઈ જતી હશે.

Related posts

અલ્યા, આ ‘જાની’ તો “ઝબરો” નિકળ્યો…!

ApnaMijaj

અમદાવાદીઓ ટ્રાફિક ભંગ કરતા પહેલા ચેતજો

ApnaMijaj

ભારતના નિર્માણ માટે ગુજરાત લીડ લેશે

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!