• મહેસાણા વિધાનસભા બેઠક લડવા માટે “મર્દાની” થઈ સજ્જ
• ડૉ. મેઘા પટેલ કોંગ્રેસની ‘લડાયક મિજાજી’ કાર્યકર્તા છે
• મહેસાણા શહેર મહિલા કોંગ્રેસ અધ્યક્ષા સમસ્યા પીડિતોની નાડી પારખું
• વ્યવસાયે તબીબ અને જિલ્લાનો યુવા ચહેરો કોંગ્રેસ નજર અંદાજ ન કરે તો સારું
સંજય જાની (અપના મિજાજ ન્યુઝ)
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગું વાગી ચૂક્યું છે. તમામ રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ઉમેદવારો જાહેર થતાની સાથે જ ક્યાંક ખુશી ક્યાંક ગમ સાથે નારાજગી અને મનામણાની સ્થિતિ પણ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે રાજ્યના રાજકારણની ‘લેબોરેટરી’ ગણાતાં મહેસાણા જિલ્લામાં પણ રાજકીય પક્ષોની ટિકિટ ફાળવણી બાદ નારાજગી અને મનામણાની સીઝન ખીલી છે. બીજી તરફ મહેસાણા વિધાનસભા મત ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીએ અહીં વર્ચસ્વ ધરાવતા 84 પાટીદાર સમાજના દાવેદારને ટિકિટની ફાળવણી કરી પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. તેની સામે કોંગ્રેસ પાર્ટી પોતાના 16 દાવેદારો પૈકી કોના ઉપર પસંદગીનો કળશ ઢોળે છે. તેના પર સૌની મીટ મંડાયેલી છે. જોકે કોંગ્રેસના 16 દાવેદારો પૈકી ત્રણ દાવેદારો 84 સમાજમાંથી આવે છે. પરંતુ અહીંથી એક વ્યવસાય તબીબ અને યુવા મહિલાએ પણ દાવેદારી કરી છે. જેને જનતા પ્રિયંકા ગાંધી સાથે સરખાવી મહેસાણા શહેર તેમજ જિલ્લાના “પ્રિયંકા”ની ઉપમા આપી ખરા અર્થમાં પોતાના પ્રિય યુવા નેતા તરીકે સ્વીકારી રહ્યા છે. જો કોંગ્રેસ ટિકિટ ફાળવણીમાં વ્યવસાયે તબીબ એવા ડૉ. મેઘા પટેલને નજર અંદાજ કરે તો આ સીટ ગુમાવી પડે તેવું ગણિત પણ રાજકીય વિશ્લેષકો માંડી રહ્યાં છે.
મહેસાણા વિધાનસભા મત ક્ષેત્રની વાત કરવામાં આવે તો મહેસાણા શહેર સહિત 44 ગામડાઓને આવરી લેતાં બૃહદ મતવિસ્તારમાં 84 કડવા પાટીદાર સમાજનું પ્રભુત્વ રહેલું છે. સમગ્ર મત ક્ષેત્રમાં 52 હજારથી પણ વધુ પાટીદાર મતદારો, 39 હજાર ઠાકોર મતદારો તેમજ અન્ય ઈત્તર મતદારો નોંધાયેલા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ સાત વિધાનસભા બેઠકો પૈકી મહેસાણા બેઠક પરથી 84 કડવા પાટીદાર સમાજમાંથી આવતા મુકેશ પટેલને ટિકિટની ફાળવણી કરી છે. બીજી તરફ કોંગ્રેસ પક્ષ તરફથી હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મહેસાણા બેઠક પરથી કોંગ્રેસના 16 દાવેદારો પૈકી 84 કડવા પાટીદાર સમાજમાંથી આવતા ભાવેશ પટેલ, મુકેશ પટેલ અને નરેન્દ્ર પટેલે દાવેદારી કરી છે. અહીં મહત્વની બાબત એ છે કે મહેસાણા શહેર મહિલા કોંગ્રેસના અધ્યક્ષા વ્યવસાયે તબીબ એવા ‘લડાયક મિજાજી’ યુવા મેઘા પટેલે પણ વિધાનસભાના ચૂંટણી જંગમાં ઉતરવા માટે દાવેદારી નોંધાવી છે. તદુપરાંત ઊંઝા બેઠક પરથી પિન્કીબેન પટેલે દાવેદારી કરી છે. જેને લઈને અહીં કઈ બેઠક પર મહિલાને ટિકિટ આપી તેના માટે કોંગ્રેસમાં અપસેટ સર્જાયાનું પણ જાણવા મળ્યું છે.
જોકે આ અંગે રાજકીય વિશ્લેષકો એવું માની રહ્યા છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઊંઝા મત ક્ષેત્રમાં યુવા મહિલા ડૉ. આશાબેન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા અને તેઓ વિજયી પણ બન્યા હતા. હવે જો કોંગ્રેસે મહેસાણા બેઠક સર કરવી હોય તો સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવી પડે તેમ છે. અહીં મહત્વની બાબત એ પણ છે કે મહેસાણા જિલ્લાની તાસીર રહી છે કે શિક્ષિત યુવા ચહેરો હોય તો અહીંના મતદારો તેનો સહર્ષ સ્વીકાર કરી લેતા હોય છે. એટલે મહેસાણા શહેર મહિલા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા ડૉ. મેઘા પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે અને સ્થાનિક ઉમેદવાર પણ છે એટલે કોંગ્રેસ જો તેમને નજર અંદાજ કરે તો મોટી ભૂલ કરી રહ્યા હોય તેવું પણ માનવું ખોટું નથી. કોંગ્રેસ તરફથી જીવાભાઇ અને નટુભાઈ નામના ઉમેદવાર ચૂંટણી હારતા આવ્યા છે. ત્યારે વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં મહેસાણા ની બેઠક જાળવી રાખવી હોય તો ડૉ. મેઘા પટેલ ઉત્તમ વિકલ્પ ગણવામાં આવી રહ્યા છે.
• ડૉ. મેઘા પટેલને મહેસાણાની જનતા બીજા પ્રિયંકા ગાંધી તરીકે સ્વીકારી રહી છે
મહેસાણા શહેર મહિલા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા ડૉ. મેઘા પટેલ કોંગ્રેસ પાર્ટી માટે ‘લડાયક મિજાજ’ ના નેતા તરીકેની છાપ ધરાવે છે. એટલું જ નહીં અનેકવિધ સમસ્યાઓથી પીડિત જનતાના નસ પારખું પણ તેઓ રહ્યા છે. તદુપરાંત જિલ્લા, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના ભાજપી શાસકોની જનતા પ્રત્યેની અનદેખી સામે પણ તેઓ ‘મર્દાની’ બનીને લડતા પણ જોવા મળ્યા છે. શાસક પક્ષ ભાજપ દ્વારા જનતાને કરવામાં આવતા અન્યાય સામે તેઓએ હંમેશા અવાજ ઉપાડી ધરણાં પ્રદર્શનનો કરી જનતાની સુખાકારી અને તેમને ન્યાય મળી રહે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હોવાનું કહેવાય છે. જાણકારો તો ત્યાં સુધી કહે છે કે જો કોંગ્રેસ પાર્ટી તેમને સ્થાનિક ઉમેદવાર તરીકે પસંદ કરે અને તેઓ ધારાસભ્ય બની વિધાનસભામાં જાય તો મહેસાણાને એક સબળ નેતૃત્વ મળી શકે તેમ છે.
• સ્થાનિક ઉમેદવાર તરીકે બહોળો રાજકીય અનુભવ ધરાવતા જયદીપસિંહ ડાભી પણ મોખરે
મહેસાણા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા ઈચ્છુક 16 ઉમેદવારો પૈકી બહોળો રાજકીય અનુભવ ધરાવતા જયદીપસિંહ ડાભી પણ મોખરે હોવાનું કહેવાઈ રહ્યું છે. વર્ષોથી કોંગ્રેસના કાર્યકર અને વફાદાર તેમજ નિષ્ઠાવાન સૈનિક તરીકેની છાપ ધરાવતા જયદીપસિંહ ડાભી 4 ટર્મસુધી મહેસાણા પાલિકામાં નગરસેવક તરીકે બહોળા જન સમર્થનથી ચૂંટાતા આવ્યા છે. પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વિપક્ષી નેતા તરીકે તેઓએ સબળ નેતૃત્વ આપ્યું છે. એટલું જ નહીં શહેરમાં તેમજ જિલ્લામાં વસવાટ કરતા સર્વ સમાજના જન સમુદાયને કન્નડતી સમસ્યાને હલ કરવા માટે તેઓ હંમેશાં ખડે પગે રહેતાં હોય છે. જો પક્ષ તેમને પણ મોકો આપે તો તેઓ ચૂંટણી જીત્યા બાદ વિધાનસભામાં મહેસાણાના નેતૃત્વ માટે સક્ષમ રજૂઆતકર્તા નેતા બની રહે તેમ છે.
• નગર સેવક અમિત પટેલ પણ કોંગ્રેસની નૈયા તારવા માટે સક્ષમ ઉમેદવાર