Apna Mijaj News
ધૂમ મચાદી ધૂમ...

મહેસાણામાં ખાખીધારી ખેલૈયા બની ઝૂમ્યા

મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓના મને મોર બની થનગનાટ કર્યો

જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી સહિતના અધિકારી-કર્મચારીઓ સહ પરિવાર ભક્તિમાં લીન બની ઝુમી ઊઠ્યાં

રંગતાળી નિખિલ શાહ અને કે એમ ડિજિટલનું કન્સલ્ટિંગ આયોજન

નવે નવ દિવસ અલગ અલગ કલાકારો ભક્તોને રાસ ગરબાનું રસપાન કરાવી રહ્યા છે.

કોરોના મહામારીમાં સુષુપ્ત થયેલી માનવીય જિંદગીમાં સ્ફૂર્તિનો સંચાર થયો

        સંજય જાની (અપના મિજાજ ન્યુઝ- અમદાવાદ)
       મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા શહેર ખાતે મા જગદંબાના આરાધના પર્વ નવરાત્રી માટે રંગતાળી નિખિલ શાહ અને કે.એમ ડિજિટલ કન્સલ્ટિંગ આયોજક તરીકે સેવા આપી રહ્યા છે. તા. 26 સપ્ટેમ્બરથી 04 ઓક્ટોબર સુધી આયોજિત આરાધના પર્વના નવરાત્રી મહોત્સવમાં નિઃશુલ્ક પ્રવેશ સાથે ટ્રેડિશનલ ડ્રેસ ફરજિયાત રાખવામાં આવ્યો છે. જેમાં પોલીસ અધિક્ષક અચલ ત્યાગી તેમજ અન્ય અધિકારી- કર્મચારીઓ સહ પરિવાર જગતજનની મા અંબાજીની ભક્તિમાં લીન થઈ પૂજા- આરતી સાથે ગરબે ઘૂમતા માતાજીની આરાધના કરી રહ્યા છે. જ્યારે છઠ્ઠા નોરતે મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનોએ આદ્યશક્તિ મા અંબેની આરતી ઉતારી શ્રી શક્તિના ગુણ ગાન ગયા હતા.

      નવરાત્રી મહોત્સવ દરમિયાન શહેરમાં આયોજિત અનેક ગરબા મહોત્સવમાં ભાગ લેતા લોકોના જાનમાલનું રક્ષણ બંદોબસ્તના ફરજના ભાગરૂપે કરતા પોલીસ અધિકારી અને કર્મચારીઓ ખાખી યુનિફોર્મમાં સજ્જ રહીને પણ થોડીક ક્ષણ માત્ર પણ જગતજનની અંબાજીના ગરબાના પાંચ ફેરા ફરી પોતાની આસ્થા કાયમ રાખી મહેસાણા જિલ્લા પોલીસના જવાનો પોતાની નૈતિક ફરજ બજાવતા પણ જોવા મળી રહ્યા છે. જિલ્લા પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં શહેરના લબ્ધ પ્રતિષ્ઠિત રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ પોતાની હાજરી પુરાવી પોલીસ જવાનો સાથે સાંસ્કૃતિક મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે.

     ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કોરોના મહામારીના કારણે સામાજિક ઉત્સવો ઉજવી શકાયા ન હતા. એટલું જ નહીં તમામ પ્રકારના મેળાવળા ઉપર પણ અમુક નીતિ નિયમોને લઈને રોક લગાવવામાં આવી હતી. વધુ પડતી માનવીય ભીડ એકત્રિત થતાં કોરોના વાયરસનો ચેપ લાગવાથી મહામુલી માનવીએ જિંદગી જોખમમાં મુકાઈ હતી. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારના નીતિ નિયમો ઘડીને માનવીય જિંદગી બચાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
વર્તમાન સમયમાં હવે કોઈ જોખમ નહીં દેખાતા સામાજિક ઉત્સવો અને ધાર્મિક કાર્યક્રમોની છૂટછાટ મળતા સરકાર દ્વારા તેમજ અનેક રાજકીય બિન રાજકીય સંગઠનો, સંસ્થાઓ દ્વારા અનેક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોના આયોજનો કરી સુષુપ્ત થઈ ગયેલી માનવીય જિંદગીમાં સ્ફૂર્તિનો સંચાર કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની સંસ્કૃતિ અને ઓળખ એટલે રાસ ગરબા, અને એ રાસ ગરબા માટેનો ઉત્સવ એટલે નવરાત્રી, મહેસાણા જિલ્લા પોલીસે પણ માનવીએ જિંદગીમાં આનંદ અને મુસ્કુરાહટ લાવવા માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરી ખેલૈયાઓ રાસ ગરબાના તાલે ઝૂમીને પરમાનંદની તૃપ્તિ કરે એ માટે ભવયાતી ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે.

આ કલાકારોએ ભક્તિ સંગીતના સુર રેલાવી ખેલૈયાઓને તૃપ્ત કરી રહ્યા છે

       મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા શહેરમાં આયોજિત નવરાત્રી મહોત્સવમાં પ્રથમ નોરતે વિજય જોરણંગ,નોરતે કાજલ મહેરીયા, બીજા નોરતે તૃષા રામી, ત્રીજા નોરતે રાકેશ બારોટ, ચોથા નોરતે તેજલ ઠાકોર, સુરેશ ઝાલા, પાંચમા નોરતે વિજય સુવાળા, છઠ્ઠા નોરતે હિરલ રાવળેગરબા ગાઇને ખેલૈયાઓને તૃપ્ત કર્યા હતાં જ્યારે આજે સાતમા નોરતે કમલેશ બારોટ આઠમા નોરતે આરીફ મીર અને નવમા નોરતે કાજલ મહેરીયા ખેલૈયાઓને મન મૂકીને નચાવશે.

Related posts

મહેસાણામાં ૨૦૦કરોડથી વધુના કામોની વિકાસ ગાડી દોડી

ApnaMijaj

‘હેઝુ’ ની મીઠુડી વાત સાંભળી તમે બોલી ઊઠશો…’વાહ,ક્યા બાત હૈ!’ વિડીયો, બંધ દિમાગની નસોને ખોલી દેશે

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!