Apna Mijaj News
"એકતાનો રંગ"

અરે યાર..આવ આવ.. ભુજ કોલેજમાં આવું સંભળાયું

ભુજની લાલન કોલેજમાં સર્જાયા ભાવુક દ્રશ્યો

ભૂતપૂર્વ વિદ્યાર્થીના મેળાવડામાં થઈ ગયું… ભાઈ.. ભાઈ..

વર્ષો પછી પાટલી મિત્રો ભેગા થયાં, ને વીતેલી યાદો તાજી થઈ

કોઈ વકીલ, બિઝનેસમેન, નેતા તો કોઈ શિક્ષક સૌ કોઈ પોત પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયેલા

રાકેશ કોટવાલ (ભુજ કચ્છ)

      ઓહ ઓ કેટલા વર્ષે મળ્યા નહીં?! શુ કરે છે,પરીવાર બાળકો, માતા પિતા મજામાં? આવા અનેક વાકયો અને જુની યાદો સાથે કોલેજના મિત્રો 15-20 વર્ષે મળ્યા ત્યારે અનેરા દ્રશ્યો સર્જાયા હતા. ભૂજ ખાતે આવેલી રામજી રવજી લાલન સરકારી કોલેજના વર્ષ 1995થી 2005 સુધીના સહપાઢીઓના મિલનનું આયોજન કરાયું હતું. જેમાં રકતદાન કેમ્પ, વૃક્ષારોપણ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના આયોજનમાં મોટી સંખ્યામાં ભુુતપુર્વ વિધાર્થીઓ અને વિધાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભૂજ લાલન કોલેજ ખાતે ભુતપુર્વ વિધાર્થીઓના મેળાવડામાં કોલેજના ભુતપુર્વ વિધાર્થી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા, મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી, રાજેન્દ્રસિંહ જાડેજા કચ્છ યુનિવિર્સિટીના રજીસ્ટ્રાર જી એમ બુટાણી, અને કોલેજના વર્તમાન પ્રિન્સીપાલ છત્રપાલસિંહ ઝાલા હાજર રહયા હતા. સાંસદ વિનોદ ચાવડાએ જુના સંસ્મરણોને વાગોળીને જણાવ્યું હતું કોલેજ સમયના મિત્રો આજે પોતાના ક્ષેત્રે પ્રગતિ સાથે આગળ વધી રહયા છે. સૌ કોઈ પોતાના જીવનમાં વ્યસ્ત છે ત્યારે આપણી સાથે રહેલા કોઈ મિત્રને આર્થિક મદદ કરી કહયા વગર કરી શકાય તેવા પગલા ભરવાની જરૂર છે. ભુતપુર્વ વિધાર્થીઓનું જે મંડળ બન્યું છે. તેઓ આ કામ ઉપાડી લે જેમાં સંપુર્ણ સહયોગની ખાતરી આપી હતી.

      કોલેજના વિધાર્થી અને હાલે કચ્છ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી એ જણાવ્યુ હતું કે લાલન કોલેજ કચ્છના શિક્ષણ જગતની ધરોહર છે. અહીથી અભ્યાસ કરીને નિકળેલા વિધાર્થીઓ દેશદેશાવરમાં પોતાના ક્ષેત્રે પ્રગતિ સાધી છે. રાજકીય નેતા યુવા આગેવાન રાજેન્દ્રસિંહ જાડેજાએ પ્રાસંંગિત ઉદબોધનમાં આ પ્રયાસને પ્રસંશનિય ગણાવી હજુ પણ અન્ય ભુતપુર્વ વિધાર્થીઓ જોડાય તેમ જણાવ્યુ હતું.

      ભૂતપુર્વ વિધાર્થી મિલનની શરૂઆતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે કેમ્પનું આયોજન કરાયું હતુ. જેમાં કોલેજના ભૂતપુર્વ વિધાર્થીઓ અને વિધાર્થિનીઓએ 12600 સીસી રકતદાન કર્યું હતું. આ ઉપરાંત વિધાર્થીઓએ વૃક્ષારોપણ કરીને આ દિવસને વધુ . યાદગાર બનાવ્યુ હતું. આ સાથે સમારેહમા ઉપસ્થિત તમામએ નિલય ત્રિવેદી દ્વારા અંગદાન મહાદાનની શપથ લેવડાવાયા હતાં.

       ભૂજના સામાજિક આગેવાન અને આ આયોજનને હર્ષપુર્ણ ઉપાડી લેનાર મનીષ બારોટે જણાવ્યું હતું કે બાળપણથી યુવાની સુધી અનેક મિત્રો મળ્યા પછી પોતાના જીવનની વ્યસ્તતામાં ખોવાયેલા મિત્રોને મળવાનું થાય તેવી ખુશી સાથે આ કોલેજના સહપાઠીઓનો મેળવડો યોજાયો હતો. અમદાવાદને કર્મભુમિ બનાવનાર ત્રિલોચનસિંહ વિજયેતાને થોડા દિવસો પહેલા મિત્રોને મળવાનું મન થયું અને ભુતપુર્વ વિધાર્થી મિલનનો વિચાર આવ્યો હતો. સોશ્યલ મિડિયામાં બનેલા ગ્રુપથી શરૂઆત સાથે શનિવાર 17 સપ્ટેમ્બરના ભૂજ ખાતે આ આયોજન કરાયું હતું. એક પછી બધા જોડાતા ગયા અને સફળતાપુર્વક ભુતકાળ અને વર્તમાન જોડાયા જેની ખુશી છે. ખાસ કરીને અલગ અલગ શહેરો રાજયોમાં રહેતા વિધાર્થીઓ અને વિધાર્થીઓ કોલેજના આ મિલન સમારોહ માટે ખાસ ભૂજ આવ્યા હતા.
     સવારે મિલન, ભોજન અને બપોર પછીના સાંસ્કૃતિ  કાર્યક્રમમાં મન મુકીને સૌ કોઈ જોડાયા હતા. અને કોલેજકાળના સુવર્ણ દિવસોને યાદ કરીને આનંદ અનુભવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમમાં અશોકસિંહ જાડેજા અને દિપક ગોરે સંચાલન કરીને સમગ્ર માહોલને જીવંત રાખ્યો હતો. આયોજનમાં રાજદીપસિંહ ગોહિલ અશોકસિંહ જાડેજા, અજય તિવારી, પૃથ્વીરાજસિંહ ઝાલા, રધુવીરસિંહ જાડેજા જયેશભાઈ, આશિષ ત્રવાડી, મહાવીરસિંહ જાડેજા. કમલ ગઢવી, રાકેશ કોટવાલ ધવલરાજ સોલંકી ગણપતસિંહ સોઢા રિતેશ રાઠોડ પુર્વિ સંપટ, કુંતલ વોરા મનીષા સોલંકી દિપ્તી ચોટાલિયા વગેરે જોડાયા હતા. શરૂઆતમા પુથ્વીરાજસિંહ ઝાલાએ સૌને આવકાર્યા હતા કાર્યક્રમનું સંચાલન કાજલ સિધ્દપુરાએ કર્યું હતું.

(સંજય જે. જાની-અપના મિજાજ ન્યુઝ અમદાવાદ)

Related posts

આદર્શ આચાર સંહિતાનો ભંગ અટકાવવા પ્રયાસ

ApnaMijaj

મારવાડી સમાજની આ મહિલાએ ‘સંસ્કારો’ દીપાવ્યા

ApnaMijaj

મારવાડી મહિલાની મહેનતે ‘મોજ’ કરાવી

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!