Apna Mijaj News
અન્યાય સામે અવાજ

આશા વર્કરોના ગાંધીનગરમાં આકરા તેવર…

મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ સત્યાગ્રહ છાવણીમાં પ્રદર્શન

ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં આશા વર્કરો ઉમટી પડ્યા

આશા વર્કરોના આકરા તેવરથી પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી

ભૂમિ જાની (અપના મિજાજ)

       ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને હવે આ જ મોકો છે સરકાર પાસેથી પોતાના હક મેળવવાનો, આમ વિચારીને એક પછી એક અનેક સંગઠનો પોતાની પડતર માંગણીઓ લઈને ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં ધરણા પ્રદર્શન માટે રહ્યા છે. આજે મહિલા શક્તિ સેના બંધારણીય અધિકાર મહા આંદોલન પાર્ટ ટુ અન્વયે આશા વર્કરો પણ ફિક્સ પગારની માગણીઓ સંદર્ભ ધારણા કરવા આવી પહોંચતા સત્યાગ્રહ છાવણીમાં અનિચ્છનીય બનાવ રોકવા. પોલીસ ખડકી દેવામાં આવી હતી.

     પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ગુજરાતના આંગણવાડી કેન્દ્રમાં ખુદ સરકાર દ્વારા જ લઘુત્તમ વેતન સહિતના નિયમોનું વર્ષોથી સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે છેલ્લા ઘણા સમયથી આશા વર્કર કરો સરકાર સામે મોરચો માંડીને પડતર માગણીઓનો નિકાલ કરવાની રજૂઆત કરી રહી છે. પરંતુ લાંબો સમય વીતી જવા છતાં આશા વર્કરોની રજૂઆત બાબતે સરકાર દ્વારા કોઈ સંતોષકારક પગલાં ભરવામાં આવતા નથી. રાજ્યના આશા વર્કર અને ફેસીલીટીએટર બહેનોએ કોરોના મહામારીમાં જોખમી વેક્સિનેશન, ટેસ્ટિંગ, સરવે સહિતની કામગીરી કરી છે. તેમ છતાં સરકારે કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવાના બદલે પીડા આપી હોવાની લાગણી આશા વર્કરો જતાવી રહી છે. આશા વર્કરોએ આપેલી વિગતો મુજબ કોવિડ કામગીરીના સતત આખા દિવસની સેવા માટે સરકાર દ્વારા આશા વર્કરને માત્ર દૈનિક રૂ.33 ફેસીલીટીઅરને દૈનિક રૂ.17 અપાય છે જે મશ્કરી સમાન છે. તેઓએ માગણીને બળવતર બનાવતા કહ્યું હતું કે એરિયર્સ સાથે રૂ. 300 ચૂકવવા તેમજ ફિક્સ પગારની લાંબા સમયથી પડતર રહેલી માંગણી સરકારે પૂરી કરવી જોઈએ.

      મહિલા શક્તિ સેનાના વડ પણ હેઠળ પોતાના હક સરકાર પાસેથી મેળવવા માટે આશા વર્કર એ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણીમાં ધરણા પ્રદર્શન કર્યા હતા. જોકે આશા વર્કરોના ધરણા પ્રદર્શન થાય તે પૂર્વે જ ગાંધીનગર પોલીસે સવારથી જ ચારે દિશામાં દોડધામ કરી હતી. જોકે પોલીસે મહિલા શક્તિ સેનાના સંસ્થાપક ચંદ્રિકાબેન સોલંકીની અટકાયત કરી તેમની સાથે અન્ય આશા વર્કરોને પણ પોલીસ વાનમાં બેસાડી દેવામાં હતા. જેને લઈને આશા વર્કરો આગ બબુલા થઈ ગઈ હતી અને સત્યાગ્રહ છાવણીમાં ભારે સૂત્રોચાર કર્યા હતા.

•આશા વર્કરો પોતાની આ પડતર માંગણીના હક માગી રહી છે

(૧) આશા વર્કર બહેનો તેમ જ આશા ફેસીલીએટર બહેનો માટે વર્ગ ચાર નું મેકમ ઊભું કરીને કાયમી કર્મચારી બનાવવામાં આવે.
{૨} આશા વર્કર તેમજ આશા ફેસીલીએટર બહેનોને સાતમા પગાર પંચ મુજબ લઘુત્તમ વેતન પગાર ચૂકવી ભારતીય બંધારણનું ચુસ્તપણે પાલન કરવામાં આવે.

(૩) ઇનસેટિવ, માનદવેતન, ફિક્સ કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ જેવી મહિલા શોષણની ગેર બંધારણીય કુનીતિઓ બંધ કરીને કાયમી કર્મચારી ગણવામાં આવે તેમ જ બંધારણનો અધિકાર સમાન કામ સમાન વેતન મુજબ પગાર ચૂકવવામાં આવે.

{૪} 40 વર્ષ વટાવી ચૂકેલા આશા વર્કર તેમ જ આશા ફેસીલીએટર બહેનોને પેન્શન યોજનામાં સમાવવા તેમજ તમામ આશા વર્કર તેમજ ફેસીલીએટર બહેનોને ઓળખકાર્ડ આપવામાં આવે.

(૫) સંસ્થાકીય સુવાવડના કિસ્સામાં એ પી એલ અને બીપીએલનો ભેદ દૂર કરી તમામ સગર્ભા એએનસીનું વળતર આપવામાં આવે.
{૬} અન્ય સરકારી મહિલા કર્મચારીઓની જેમ આશા વર્કર તેમજ આશા ફેસીલીએટર બહેનોને માનદવેતન, ફિક્સ કોન્ટ્રાક્ટ, અને આઉટ સોર્સની મહિલા કર્મચારીઓને પણ 180 દિવસની પગાર સહિતની મેટરનીટી લીવ આપવામાં આવે.
(૭) કામના કલાકો નક્કી કરવામાં આવે, વધારાની કામગીરીનું અઓવર ટાઈમ મુજબ મહેનતાણું ચુકવવામાં આવે.
{૮} દર વર્ષે વિધાનસભા સત્રમાં રજૂ થતા બજેટમાં મોંઘવારી મુજબ આશા વર્કર તેમજ ફેસીલીએટર બહેનો માટે પગાર વધારો જાહેર કરવામાં આવે.
(૯) દર વર્ષે આશા વર્કર તેમજ આશા ફેસીલીએટર બહેનોને યુનિફોર્મ સ્વરૂપે સાડીઓ આપવામાં આવે.

{૧૦} ફીમેલ હેલ્થ વર્કરની તાલીમમાં અનુભવી આશા વર્કર તેમજ આશા ફેસીલીએટર બહેનોને અગ્રીમતા આપવામાં આવે.

Related posts

મિ.આરોગ્ય મંત્રી, હાંફતી મહેસાણા સિવિલના શ્વાસ થંભી જાય તે પહેલા ચમત્કાર કરો

ApnaMijaj

કલોલમાં ચાર દી’ પૂર્વે જ નવા બનેલા આર.સી.સી રોડ ઉપરથી ભ્રષ્ટાચારના કાંકરા ઉખડ્યા

ApnaMijaj

AMC આ બે સંસ્થાની ‘અંતિમ ક્રિયા’ કરશે?!

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!